સુરેન્દ્રનગર જિલ્લામાં વધતી જતી આગની ઘટનાઓને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાએ ફાયર વિભાગના બેડામાં અત્યાધુનિક સંસાધનોનો ઉમેરો કર્યો છે.
અગાઉ વિકરાળ આગ સમયે રાજકોટ કે મોરબીથી ફાયર ટીમો બોલાવવી પડતી હતી, પરંતુ હવે સ્થાનિક સ્તરે જ સુવિધાઓ મજબૂત કરવામાં આવી છે. પાલિકા દ્વારા 1.31 કરોડના ખર્ચે નવા હાઈ-ટેક ફાયર બ્રિગેડનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
આ નવા ફાયર ફાઈટરની વિશેષતા એ છે કે તેમાં 12,000 લિટર પાણીના સંગ્રહની ક્ષમતા છે અને તે માત્ર 2 મિનિટમાં 6,000 લિટર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ શકે છે. છેલ્લા 15 દિવસમાં મહાનગરપાલિકાએ કુલ 3.31 કરોડના ખર્ચે 3 નવા ફાયર બ્રિગેડ વસાવ્યા છે. આ વાહનોમાં હાઈ-પાવર એન્જિન હોવાથી તે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઝડપથી પહોંચી આગ પર ત્વરિત કાબૂ મેળવી શકશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…