Wadhwan

ઉમઈ નદીમાં ડૂબેલા 4 રાજસ્થાની યુવકોના મૃતદેહ 72 કલાક બાદ પરિવારજનોએ સ્વીકાર્યા

Nagra River Tragedy | વઢવાણ તાલુકાના નગરા ગામે આવેલી સોલાર કંપનીમાં કામ કરતા રાજસ્થાનના 4 યુવકોના ઉમય નદીમાં ડૂબી જવાથી દુઃખદ અવસાન થયું છે. આ યુવકો નદીમાં નાહવા ગયા હતા તે દરમિયાન આ ગઝબની દુર્ઘટના ઘટી હતી, જેમાં કુશારામ જાટ, રમેશકુમાર જાટ, જીવારામ જાટ અને મોહનલાલ જાટ નામના યુવકોના મોત નીપજ્યા હતા. ઘટના બાદ તમામના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

કંપનીની ગંભીર બેદરકારી અને યોગ્ય આર્થિક સહાયની માંગ સાથે પીડિત પરિવારજનોએ મૃતદેહો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને સિવિલ હોસ્પિટલ બહાર 72 કલાક સુધી ધરણા પર બેસી રહ્યા હતા. આ મામલે રાજસ્થાનના નાગોર લોકસભા બેઠકના સાંસદ હનુમાન બેનીવાલે સોશિયલ મીડિયા પર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ટેગ કરીને ન્યાયની ઉગ્ર માંગ કરી હતી.

સાંસદની આ ટ્વિટ બાદ વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સોલાર કંપનીના અધિકારીઓ હરકતમાં આવ્યા હતા. તંત્ર અને કંપનીએ પરિવારો સાથે બેઠક યોજીને તેમની તમામ માંગણીઓ સત્તાવાર રીતે સ્વીકારી લીધી હતી. મૃતકના સગા ઉદીપકુમાર જાટે માહિતી આપી હતી કે કંપની દ્વારા તમામ માંગણીઓ મંજૂર થતાં અંતે 72 કલાક બાદ પરિવારે મૃતદેહો સ્વીકારી લીધા છે અને ધાર્મિક વિધિ માટે રાજસ્થાન રવાના થયા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago