Surendranagar

સુરેન્દ્રનગરમાં વિકાસ કાર્યોની ધીમી ગતિ પર ધારાસભ્ય લાલઘૂમ: કમિશનર-મેયર સાથે બેઠક યોજી

Surendranagar Development Review | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (SNMC) બન્યાને આશરે 1.5 વર્ષ જેટલો સમય થઈ ગયો છે. શરૂઆતમાં શહેરમાં અનેક નવા પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સ શરૂ કરાયા હતા, પરંતુ છેલ્લા 2 મહિનાથી વિકાસ કાર્યોની ગતિ ધીમી પડતાં વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા (Jagdish Makwana) એક્શન મોડમાં આવ્યા છે.

શહેરીજનોની સુવિધા અને અટકેલા પ્રોજેક્ટ્સને વેગ આપવા માટે ધારાસભ્યના અધ્યક્ષ સ્થાને સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર (SNMC commissioner) જે. કે. જાદવ, (Surendranagar Mayor) મેયર રાકેશ રાઠોડ અને સ્ટેન્ડિંગ ચેરમેન નિખિલ ચાપાનેરી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ધારાસભ્યે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, પ્રજાને મનપા બની હોવાનો સાચો અહેસાસ થવો જોઈએ અને વહીવટી શિથિલતા બિલકુલ ચલાવી લેવાશે નહીં.

મહત્વકાંક્ષી પ્રોજેક્ટ્સ યુદ્ધના ધોરણે પૂરા કરવા આદેશ

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ અધિકારીઓને આદેશ આપ્યો છે કે શહેરમાં પ્રગતિ હેઠળના તમામ જૂના પ્રોજેક્ટ્સ (Projects) ઝડપથી પૂરા કરવામાં આવે. ખાસ કરીને ધોળીપોળ ગેટ, હવામહેલ, નવા ગાર્ડન, સ્પોર્ટ્સ સંકુલ, આઇકોનિક રોડ (Iconic Road), રિવરફ્રન્ટ અને ડિવાઈડર રોડ સહિતની કામગીરી તાકીદે આટોપી લેવા જણાવ્યું છે. જે કામોના ટેન્ડર (Tender) મંજૂર થઈ ગયા છે તેના તાત્કાલિક વર્ક ઓર્ડર આપીને કામ શરૂ કરવા અને નવા પ્રોજેક્ટ્સનું પ્લાનિંગ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત, મનપા વિસ્તારમાં નવા ભળેલા 5 ગામોમાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે વિકાસ કાર્યોની યાદી તુરંત બનાવવા જણાવાયું છે.

પાણી, સફાઈ અને લાઈટ વ્યવસ્થા અંગે કડક સૂચના

બેઠકમાં જનતાને સ્પર્શતા પાયાના પ્રશ્નો અંગે કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. દરેક વોર્ડમાં પૂરતું અને સમયસર પાણી પહોંચાડવાની જવાબદારી સંબંધિત અધિકારીઓની રહેશે. સફાઈ અભિયાન (Cleanliness Drive) ને વેગ આપવા માટે જવાબદાર અધિકારીઓએ રોજ સવારે જાતે ગ્રાઉન્ડ રાઉન્ડ મારીને ચકાસણી કરવાની રહેશે. આ સાથે મનપા વિસ્તારના તમામ વોર્ડ અને નવા ભળેલા 5 ગામોમાં પૂરતી સ્ટ્રીટ લાઈટ (Street Light) ની વ્યવસ્થા કરવા અને છેવાડાના વિસ્તારો સુધી અંધારું ન રહે તે માટે નવી લાઈટોની ખરીદી કરવા આદેશ કરાયા છે.

ક્વોલિટી કામ જોશે, નબળી કામગીરી કરનાર એજન્સીઓ થશે બ્લેકલિસ્ટ

ધારાસભ્યે કામની ગુણવત્તા બાબતે લાલ આંખ કરતા વહીવટી તંત્ર અને કોન્ટ્રાક્ટરોને ખુલ્લી ચેતવણી આપી છે કે વિકાસ કાર્યોની ક્વોલિટીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવવામાં આવશે નહીં. જો કોઈ એજન્સી કે કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું નહીં કરે અથવા નબળી ગુણવત્તાનું કામ કરશે, તો તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ (Blacklist) કરવા સહિતની કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago