સુરેન્દ્રનગર સિટી A ડિવિઝન પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે વાદીપરા શેરી નં 7, ધાવડી માતાના ડેલા સામે રહેતા મુકેશ કાનજીભાઈ દેગામાં પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને વેચાણ કરી રહ્યો છે.
આ બાતમીના આધારે પોલીસ ટીમે તાત્કાલિક તે મકાન પર દરોડો પાડ્યો હતો. જોકે, પોલીસના આગમન સમયે મુખ્ય આરોપી મુકેશ ઘરે હાજર નહોતો, પરંતુ તપાસ દરમિયાન ત્યાં તેની બહેન મીનાબેન મળી આવ્યા હતા. પોલીસે ઘરમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધરતા જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂના કુલ 1.86 લાખના ચપલાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો છે અને ફરાર આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…