સુરેન્દ્રનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી છે.
એ-ડિવિઝન પોલીસે બાતમીના આધારે નવા જંકશન વિસ્તારમાં આવેલા માંધાતા ચોક, રામનગર શેરી નંબર 03 માં દરોડો પાડ્યો હતો. જ્યાંથી જાહેરમાં જુગાર રમતા (1) ઈશ્વરભાઈ દુમાદિયા, (2) મનિષભાઈ ખાવડીયા (3) મુન્નાભાઈ અઘારાને રોકડ રૂ. 1,240 સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજા બનાવમાં જોરાવરનગર પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે ખમીસણા ગામે વાડી પાસે રસ્તા પર જુગાર રમતા 3 શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં (1) રમેશભાઈ થરેશા, (2) મુન્નાભાઈ સણોથરા (3) સંજયભાઈ મામેજાને રોકડ રૂ. 2,270 ના મુદ્દામાલ સાથે રંગેહાથ પકડી પાડવામાં આવ્યા હતા.
પોલીસે બંને દરોડામાં કુલ 6 શખ્સો સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
