Gambling Raid | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના દુધરેજ પંચાયત ઓફિસના પાછળના ભાગે આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર સીટી પોલીસે સફળ દરોડા પાડ્યા છે.
પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જુગાર રમતા (1) પ્રકાશ મકવાણા, (2) ગિરીશ ઉર્ફે જયંતિ મકવાણા, (3) અશ્વિન લકુમ, (4) રાજેશભાઈ લકુમ, (5) ખુશાલ પારઘી (6) રામજી ખોખલીયાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે રેડ દરમિયાન અલગ-અલગ મુદ્દામાલ સહિત કુલ રૂ.26,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરમાં વધી રહેલી જુગારની પ્રવૃત્તિઓ સામે સીટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ તેજ કરવામાં આવી છે.
