Surendranagar

સુરેન્દ્રનગરના યુવાને રચ્યો ઇતિહાસ: ઝાલાવાડનો સૌપ્રથમ IPO ‘દેવસન કેટાલિસ્ટ’ ધમાકેદાર રીતે લોન્ચ

Devson Catalyst IPO | ઝાલાવાડના ઔદ્યોગિક ઇતિહાસમાં એક સુવર્ણ અધ્યાય ઉમેરાયો છે. સુરેન્દ્રનગરના (Surendranagar) સ્થાનિક ઉદ્યોગમાંથી વૈશ્વિક સ્તરે પહોંચેલી જાણીતી કંપની દેવસન કેટાલિસ્ટ લિમિટેડ (Devson Catalyst Limited) દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો સૌપ્રથમ આઈપીઓ (IPO) લોન્ચ કરવામાં આવ્યો છે.

રોકાણકારોના અપ્રતિમ વિશ્વાસના પરિણામે ₹42 કરોડના પબ્લિક ઇસ્યુ સામે આ આઈપીઓ 220 ગણો ભરાયો છે, જેનાથી તંત્રને ₹6,272 કરોડથી વધુ રકમની અરજીઓ પ્રાપ્ત થઈ છે.

અમેરિકા (US) નું પ્રતિષ્ઠિત ગ્રીન કાર્ડ (Green Card) છોડીને માતૃભૂમિ માટે કંઈક વિશેષ કરી છૂટવાની તમન્ના ધરાવતા સાવન પટેલ અને હર્ષ પટેલના મજબૂત સંકલ્પનું આ પરિણામ છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પાસેથી વિશેષ મંજૂરી મેળવીને 16 જુલાઈ 2026 ના રોજ સુરેન્દ્રનગર ખાતે પ્રથમ વખત લિસ્ટિંગ પ્રક્રિયા અંતર્ગત ‘બોલ સેરેમની’ (Bell Ceremony) નું ભવ્ય આયોજન કરાયું હતું.

આ ઐતિહાસિક પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, બીએસઈ (BSE) ના પ્રતિનિધિ તેજસભાઈ પટેલ, ઝાલાવાડ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારો તેમજ અનેક પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા હતા.

દેવસન ગ્રુપની સ્થાપનાથી IPO સુધીની ભવ્ય સફર
કંપનીની સ્થાપના: વર્ષ ૧૯૯૦ માં સિરામિક એન્જિનિયર પ્રહલાદભાઈ પટેલ દ્વારા શરૂઆત થઈ.
દેવસન કેટાલિસ્ટ સ્થાપના: વર્ષ ૨૦૦૪ માં થઈ, જે આજે અગ્રણી કેટાલિસ્ટ અને એડસોર્બન્ટ ઉત્પાદક છે.
ટર્નિંગ પોઈન્ટ: 2006cમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી મોટો ઓર્ડર મળતાં ‘સિરામિક બોલ’ બનાવવાની સફર વેગવાન બની.
નવી પેઢીનું આગમન: ૨૦૧૧માં સાવન પટેલ (B. Pharmacy) જોડાયા બાદ કંપનીએ ગ્લોબલ ગ્રોથ કર્યો.
મુખ્ય ગ્રાહકો: IOCL, BPCL, HPCL, Reliance, Nayara Energy, GAIL, ONGC, TATA Steel વગેરે.
વૈશ્વિક હાજરી: હાલમાં વિશ્વના ૨૦થી વધુ દેશોમાં ઉત્પાદનોની સફળતાપૂર્વક નિકાસ.
મેક ઇન ઇન્ડિયા’ અને પારદર્શક વહીવટ થકી નવી રોજગારી અપાશે
​”પબ્લિક લિમિટેડ કંપની બનવાથી ગ્રોથ વધશે અને પારદર્શક વહીવટ થકી પ્રજાના દિલ જીતીશું. IPO માટે સતત ૧૨ મહિનાની મહેનત કરી છે. કંપની ભલે નાના શહેરમાં હોય, પણ જો ધગશ મજબૂત હોય તો સફળતા જરૂર મળે છે. આ ભંડોળમાંથી નવા યુનિટની કામગીરી શરૂ કરાઈ છે જેનાથી આગામી સમયમાં નવી રોજગારીની તકો ઊભી થશે. યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિમાં મટીરિયલ સપ્લાય થોડો મોડો મળે છે, બાકી કોઈ સમસ્યા નથી.”
— સાવન પટેલ (એમ.ડી., દેવસન કેટાલિસ્ટ લી.)
​દેવસન કંપની ભારતમાં એકમાત્ર એવી અગ્રણી કંપની છે જે કેટાલિસ્ટ, એડસોર્બન્ટ અને સિરામિક બોલ્સનું સંપૂર્ણ ઉત્પાદન એક જ સ્થળે કરે છે. બહુરાષ્ટ્રીય (MNC) કંપનીઓ સામે ટક્કર ઝીલીને ‘આત્મનિર્ભર ભારત’ના વિઝનને સાકાર કરનારી આ કંપનીએ દેશમાં આયાત થતા ઉત્પાદનો પરની નિર્ભરતા ઘટાડી આયાત વિકલ્પ (Import Substitute) પ્રોડક્ટ્સ વિકસાવી છે. પ્રહલાદભાઈ અને પ્રતાપભાઈ બે સગા ભાઈઓએ શરૂ કરેલી સફર આજે તેમના પુત્રો સાવન અને હર્ષ ગૌરવભેર આગળ ધપાવી રહ્યા છે.

કંપનીના એમ.ડી. (M.D.) સાવન પટેલે જણાવ્યું હતું કે, “પબ્લિક લિમિટેડ કંપની બનવાથી ગ્રોથ વધશે અને પારદર્શક વહીવટ થકી પ્રજાના દિલ જીતીશું. IPO માટે અમારી ટીમે સતત 12 મહિનાની આકરી મહેનત કરી છે. કંપની ભલે નાના શહેરમાં હોય, પણ જો ધગશ મજબૂત હોય તો સફળતા જરૂર મળે છે. આ ભંડોળમાંથી નવા યુનિટની કામગીરી શરૂ કરાઈ છે જેનાથી આગામી સમયમાં નવી રોજગારીની તકો ઊભી થશે.” આ સાથે દેવસન કંપની ભારતમાં એકમાત્ર એવી અગ્રણી ઉત્પાદક છે જે કેટાલિસ્ટ, એડસોર્બન્ટ અને સિરામિક બોલ્સનું સંપૂર્ણ ઉત્પાદન એક જ સ્થળે કરીને ‘મેક ઇન ઇન્ડિયા’ (Make in India) અને ‘આત્મનિર્ભર ભારત’ (Self-reliant India) ના વિઝનને સાકાર કરે છે.

જિલ્લામા અન્ય કંપનીઓને પણ આઈપીઓ લાવવામાં મદદ કરીશું

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થિત અન્ય ઉત્પાદકો અને ક્ષમતા ધરાવતી કંપનીઓ પણ આગામી સમયમાં શેરબજારમાં (Stock Market) પ્રવેશ કરી શકે તે માટે સાવન પટેલે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગરમાં અનેક નાના-મોટા ઉદ્યોગો છે જે વૈશ્વિક સ્તરે પહોંચી શકે છે. આ તો માત્ર એક કંપનીનો પ્રારંભ છે; આગામી દિવસોમાં જિલ્લાની અન્ય કંપનીઓ પણ પોતાના IPO લાવી શકે તે માટે તેઓ જરૂરી માર્ગદર્શન, પરામર્શ અને લીગલ કાર્યાવાહીમાં તમામ સંભવ સહયોગ આપશે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago