Surendranagar Road Development | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા બની ગયા બાદ હવે શહેરના આંતરિક અને મુખ્ય રસ્તાઓના સ્માર્ટ ડેવલપમેન્ટ માટેની વિચારણા ઝડપી બનાવાઈ છે.
ધંધુકા-કુડા હાઇવે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાંથી પસાર થાય છે, જે હાલ સ્ટેટ હાઇવે અને નેશનલ હાઇવે ઓથોરિટીના અંડરમાં આવે છે. આ રોડ પર ગાબડાં પડે કે રસ્તો બિસ્માર થાય ત્યારે તેના રિપેરિંગમાં લાંબો સમય વિતી જતો હોય છે.
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે વઢવાણ લીંબડી રોડથી દૂધરેજ સુધીના 15.300 km લાંબા રસ્તાને મહાનગરપાલિકા હસ્તગત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ અંગે સ્થાનિક નેતાઓ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને નેશનલ હાઇવે વિભાગ વચ્ચે અગત્યની બેઠક યોજાઈ હતી. રાજ્ય સરકારમાં કરવામાં આવેલી રજૂઆત બાદ આ બાબતે હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. 15.300 km નો આ હાઇવે ટૂંક સમયમાં જ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને સોંપી દેવામાં આવશે.
મહાનગરપાલિકા દ્વારા આ રોડ પોતાના હસ્તક લીધા બાદ તેના નવીનીકરણનો સ્પેશિયલ પ્લાન તૈયાર કરવામાં આવશે. રસ્તાની બંને બાજુએ પેવર બ્લોક, ટ્રાફિક મુક્ત અવરજવર માટે સર્વિસ રોડ અને પ્રોપર સ્ટ્રીટ લાઈટ જેવી આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે.
હાઇવે વિભાગ તરફથી રોડ ટ્રાન્સફર થતાં જ મહાનગરપાલિકા પોતાના બજેટમાંથી આ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું કામ શરૂ કરશે, જેનાથી શહેરીજનોને બિસ્માર રસ્તાઓમાંથી કાયમી મુક્તિ મળશે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…