Car Accident | વઢવાણના ગણપતી ફાટસર પાસે આવેલી મહાવીરનગર સોસાયટીમાં રહેતા અને થાન પાસેની કાનપર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા લાલજીભાઇ ઉકાભાઇ પરમાર (ઉ.વ.50)ને ગઇકાલે રવિવારે રજા હોવાથી બપોરના સુમારે તેમની બલેનો કાર (જીજે-13-સીએફ-6120) લઇને કામ અર્થે અમદાવાદ આવ્યા હતા. કામ પુરુ થયા બાદ રાત્રે બોપલથી માધવનગર બાયપાસ વાળા રોડે થઇને સુરેન્દ્રનગર જવા નીકળ્યા હતા.
પોણા આઠ વાગ્યાના સુમારે નિધરાડ નજીક આવેલા મુનિઆશ્રમ ચોકડી પાસે પહોચ્યા હતા. આ સમયે સામેથી આવતા આવતા ટ્રેલર (જીજે-39-ટીએ-4024)સાથે કાર અથડાતા લાલજીભાઇને તેમને હાથ, પગ સહિત શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. બીજી તરફ અકસ્માત સર્જીને ચાલક ટ્રેલર મુકીને ફરાર થઇ ગયો હતો.
ઘટના સ્થળે પહોંચેલી ૧૦૮ની ટીમે લાલજીભાઇના મોબાઇલ નંબરથી તેમના પુત્ર દર્શનને આ અકસ્માતની જાણ કરીને લાલજીભાઇને સારવાર માટે સાણંદ સી.એચ.સીમાં લઇ જવાયા હતા.
આ ઘટના અંગે દર્શને તુરંત સાણંદમાં રહેતા તેના કૌટુંબિક મામા ગણેશભાઇ ડોડિયાને જાણ કરીને સાણંદ સી.એસ.પી પહોંચવાનું જણાવીને તેઓ પરિવાર સાથે સાણંદ પહોંચ્યા હતા. સાણંદ પહોંચેલા લાલજીભાઇના સગાસબંધીઓએ તેમને વધુ સારવાર માટે સાણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા.
પરંતું લાલજીભાઇની સ્થિતિ ગંભીર જણાતા તેમને ત્યાંથી અમદાવાદની મેલેંગો સિમ્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં મોડી રાત્રે ૧.૪૭ કલાકે સારવાર દરમિયાન તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સાણંદ પોલીસે ટ્રેલરના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધીને તેને ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…