Surendranagar Congress Protest | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં મતદાર યાદી (Voter List) સુધારણા ઝુંબેશ દરમિયાન મોટાપાયે ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન (Protest) કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી હજારો મતદારોના નામ કાપવા માટે ખોટા ફોર્મ ભરવામાં આવ્યા છે.
શું છે સમગ્ર વિવાદ? ચૂંટણી પંચ (Election Commission) દ્વારા હાલમાં મતદાર યાદી સુધારણા (SIR)ની કામગીરી ચાલી રહી છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો—દસાડા, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને ચોટીલામાં અંદાજે 24,000 થી વધુ ફોર્મ નંબર 7 (Form No. 7) ખોટી રીતે ભરવામાં આવ્યા છે. આ ફોર્મનો ઉપયોગ મતદાર યાદીમાંથી નામ રદ કરવા માટે થાય છે.
શહેરના મુખ્ય બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી (Collector Office) સુધી પદયાત્રા યોજી કોંગ્રેસે આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કોંગ્રેસે માંગણી કરી છે કે (1) ખોટા ફોર્મ ભરનારાઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો (FIR) દાખલ કરવામાં આવે. (2) સોફ્ટવેર અને ફોર્મ પ્રિન્ટિંગની તપાસ (Investigation) કરવામાં આવે.
આ તકે હાજર કોંગ્રસના પદાધિકારીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો 3 દિવસમાં ઉકેલ નહીં આવે, તો 13 ફેબ્રુઆરીએ ચક્કાજામ (Road Block) કરવામાં આવશેVarnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…