Surendranagar Civil Hospital Doctors Appointment News
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં (Surendranagar Civil Hospital) લાંબા સમયથી ચાલી રહેલી સ્ટાફની અછત વચ્ચે રાજ્યના આરોગ્ય વિભાગ (Gujarat Health Department) દ્વારા નવા 8 મેડિકલ ઓફિસરોની (Medical Officers) ફાળવણી કરવામાં આવી છે.
આ નવા તબીબોને તાત્કાલિક ધોરણે ફરજ પર હાજર પણ કરી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી આટલી મોટી હોસ્પિટલ માત્ર 4 ડોક્ટરોના ભરોસે ચાલતી હતી.
જિલ્લાની મુખ્ય હોસ્પિટલ હોવાના નાતે અહીં દરરોજ 600 થી વધુ દર્દીઓની (patients) OPD નોંધાતી હોય છે. સમગ્ર જિલ્લામાંથી લોકો સારવાર અર્થે અહીં આવે છે, ઉપરાંત અકસ્માત (accidents) અને અન્ય દુર્ઘટનાઓમાં પોસ્ટમોર્ટમ (Post Mortem – PM) ની કામગીરી પણ અહીં જ થાય છે.
હોસ્પિટલમાં Surendranagar Civil Hospital Doctorsનું મંજૂર થયેલું મહેકમ 14 જગ્યાઓનું છે, પરંતુ માત્ર 4 ડોક્ટરો હોવાને કારણે તબીબો ભારે માનસિક અને શારીરિક તણાવ હેઠળ કામગીરી કરી રહ્યા હતા.
આ ગંભીર પરિસ્થિતિ અંગે સિવિલ સર્જન (Civil Surgeon) ડો. ચૈતન્ય પરમાર અને જિલ્લા કલેક્ટર (District Collector) દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી.
નવા 8 મેડિકલ ઓફિસર મળતા હવે સિવિલ હોસ્પિટલમાં કુલ ડોક્ટરોની સંખ્યા વધીને 12 થઈ ગઈ છે, જેનાથી દર્દીઓનો ઘસારો ઘટશે.
હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને હવે કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મળશે અને ઝડપી ઈલાજ શક્ય બનશે. વધારામાં, વહીવટી સરળતા માટે RMO નો ચાર્જ પણ ડો. ખાટ પાસેથી લઈને ફરીથી ડો. આશિત કુમારને સોંપવામાં આવ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…