SIR ની કામગીરી અંગે નો રિપોર્ટ નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ મેળવ્યો..
SIR ની કામગીરી માં સહયોગ આપવા અપીલ પણ કરાઈ..
મતદાતાઓ ફોર્મ રજૂ કરવામાં બાકી ન રહી જાય તે માટે સૂચના પણ આપવામાં આવી..
સુરેન્દ્રનગર જિલ્લામાં એસઆઇઆર ની કામગીરી 99 ટકા જેટલી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના 14,00,000 થી વધુ મતદાતાઓ દ્વારા ફોર્મ સબમીશનની કામગીરી પણ પૂરી કરવામાં આવી છે ત્યારે બીજી તરફ હજુ પણ અંદાજિત 28,000 જેટલા મતદાતાઓ દ્વારા એસઆઇઆર ની કામગીરી અંતર્ગત રજૂ કરવાના ફોર્મ રજૂ કરવામાં નથી આવ્યા જેને લઈને હવે બીએલઓને ખાસ તાકીદ કરાવી અને આ કામગીરી ઝડપી પૂર્ણ કરાવવા માટે નેતાઓ પણ મેદાને ઉતર્યા છે.
ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણા દ્વારા પણ વઢવાણ તાલુકામાં કરવામાં આવેલી એસઆઇઆર ની કામગીરીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો છે અને જે કામગીરી થઈ છે તેને વિગતો બીએલઓ પાસેથી મેળવવામાં આવી છે. બીએલઓ ને જરૂરી સૂચનાઓ પણ ધારાસભ્ય દ્વારા આપવામાં આવી છે અને બાકી રહી ગયેલા મતદાતાઓની કામગીરી તાત્કાલિક પૂરી થાય તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે.
તમામ મતદાતાઓ પોતાના ફોર્મ ભરી અને એસઆઇઆર ની કામગીરીમાં બી.એલ.ઓને સહયોગ કરે તે માટે અપીલ પણ કરવામાં આવી છે હજુ પણ જિલ્લાના 28,000 થી વધુ મતદાતા હોય પોતાના ફોર્મ સબમીશન નથી કરાવ્યા ત્યારે એ પણ કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવે તેવી પણ અપીલ કરવામાં આવી છે. આ સંદર્ભે એસ.આઇ.આરની કામગીરી જોડાનાર બીએલઓની કામગીરી પણ ધારાસભ્ય દ્વારા બિરદાવવામાં આવી છે..
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…