Surendranagar

સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર બેન લગાવામાં આવેલા પ્લાસ્ટિક ઉત્પાદનની ફેકટરી ઝડપાઇ..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ટીમે પાડ્યા દરોડા..

7 હજાર કિલો પ્લાસ્ટિક નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો..

સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન પર દરોડા.

શ્રદ્ધા પ્લાસ્ટિક નામની ફેકટરીમાં દરોડા..

બેન લગાવામાં આવેલ પ્લાસ્ટિક ઉત્પાદન પર દરોડા બાદ ફફડાટ..

4 લાખ થી વધુની રકમનું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને વેચાણ ઉપર પણ હવે દરોડા પાડવાની કામગીરી મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ રોડ ઉપર આવેલી શ્રદ્ધા પ્લાસ્ટિક નામની ફેક્ટરીમાં દરોડા પાડવામાં આવ્યા છે અને 7000 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે.

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને મળેલી બાતમીના આધારે શ્રદ્ધા પ્લાસ્ટિક ફેક્ટરીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું જેના ઉપર દરોડા પાડવામાં આવ્યા છે અને 7000 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી અને મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને આ અંગે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અંદાજિત 4 લાખથી વધુનું પ્લાસ્ટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે..

પ્લાસ્ટિક બનાવતી કંપની દ્વારા ઝબલાઓ અને અલગ અલગ પ્લાસ્ટિકની વસ્તુઓનું ઉત્પાદન કરવામાં આવતું હતું જે 10 માઇક્રોન કરતાં પણ નીચેના પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો અને શહેરમાં પ્લાસ્ટિકનો જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો સરકાર દ્વારા બેન મૂકવામાં આવ્યો છે તે છતાં પણ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવતા હોવાનો ધડાકો થયો છે આખી ફેક્ટરી પ્લાસ્ટિક ઉત્પાદન કરતી હોવાનું પણ સામે આવ્યું છે.

છેલ્લા અનેક વર્ષોથી પ્લાસ્ટિક ઉત્પાદન કરી અને શહેરી વિસ્તારોમાં ઝબલા તેમજ અન્ય પ્રોડક્ટ પૂરી પાડવામાં આવી રહી હતી દરોડા પાડી અને તમામ પ્લાસ્ટિકનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અને મહાનગરપાલિકા ખાતે સીલ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ સેનિટેશન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે સિંગલ યુઝ પ્લાસ્ટિક વપરાશ અને ઉત્પાદન ઉપર બેન લગાવવામાં આવ્યો છે તે છતાં પણ પર્યાવરણને નુકસાન કરતું પ્લાસ્ટિક વપરાશ કરવામાં આવી રહ્યું છે અને શહેરને દૂષિત કરી રહ્યું છે ત્યારે હવે દરોડા પાડી અને ફેક્ટરીઓ ઉપર પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે..

● શહેરમાં નીકળતા વેસ્ટેજ પ્લાસ્ટિકના દાણા બનાવી અને ત્યારબાદ સિંગલ યુઝ પ્લાસ્ટિકનું ઉત્પાદન કરવામાં આવતું હતું..

ઝડપાયેલી ફેક્ટરીમાં તપાસ કરવામાં આવતા શહેરી વિસ્તારોમાંથી નીકળતા વેસ્ટેજ પ્લાસ્ટિકના દાણા નું રિસાયકલિંગ કરી અને ત્યારબાદ તેમાંથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઝબલા બનાવવામાં આવતા હતા અને શહેરી વિસ્તારોની બજારોમાં વિતરણ કરવામાં આવતા હતા શાકભાજીની લારી ખાણીપીણીની લારીઓ રેસ્ટોરન્ટો સહિતની હોટલોમાં પણ પ્લાસ્ટિકના ઝબલાઓ સપ્લાય કરવામાં આવતા હતા ત્યારે તમામ મુદ્દામાં જપ્ત કરી અને કાયદેસરની કાર્યવાહી મહાનગરપાલિકાની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી છે

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago