Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple
Patdi Lok Mela | દસાડા (Dasada) તાલુકાના મુખ્ય મથક પાટડી (Patdi) ખાતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
પાટડી નગરપાલિકા (Patdi Nagarpalika) દ્વારા પ્રથમ વખત આદ્યશક્તિ માતાના મંદિર (Adhyashakti Temple) પાસે અને ગામ તળાવ નજીક 5 દિવસીય મેળો યોજાશે.
આ માટે તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નિયમો મુજબ સુરક્ષાની તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. | Gujarat Tourism
નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર આ મેળો આગામી નાગપાંચમથી નોમ સુધી ચાલશે. દસાડા તાલુકામાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ મેળા દરમિયાન લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
મેળામાં સ્થાનિક લોકોને સારો ધંધો-રોજગાર મળે તે માટે સ્ટોલ ધારકો પાસેથી વધુ રકમ ન વસૂલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.
આ ઉપરાંત રાઇડ્સ સંચાલકો (Rides Operators) પણ સામાન્ય જનતા પાસેથી વધુ ભાડું ન લે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. રાઇડ્સ માલિકોને નુકસાન ન થાય અને નગરજનોના ખિસ્સા પર બોજ ન પડે તે રીતે મુજબ પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
પાટડી તાલુકાના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…