Patdi Cow Slaughter | પાટડી પોલીસે (Patdi Police) ચોક્કસ બાતમી મળી હતી કે ટાઉન વિસ્તારમાં આવેલ જહીર દાવલભાઈ બેલીમના ઘરે ગૌ-કતલ (Cow Slaughter) ચાલી રહ્યું છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો, જ્યાંથી ગૌવંશના અવશેષો મળી આવ્યા હતા. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને રાખી પશુચિકિત્સક (Veterinary Doctor) ની ટીમને સ્થળ પર રાખવામાં આવી હતી અને એફએસએલ (FSL) ની ટીમ દ્વારા જરૂરી સેમ્પલો એકત્ર કરી લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
આ ઘટનાને પગલે સ્થાનિકો સહિત સંતો-મહંતો, રાજકીય નેતાઓ અને વિવિધ હિન્દુ સંગઠનો (Organizations) માં ભારે રોષ જોવા મળ્યો હતો. ધાર્મિક લાગણીઓ દુભાતા લોકો દ્વારા એક વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી બાદ ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector) અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવીને ગૌ-હત્યા કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરી દાખલો બેસાડવાની માંગ કરવામાં આવી હતી.
સમગ્ર મામલે પાટડી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને કુલ 7 આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારબાદ પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને કામગીરી હાથ ધરી (1) સિકંદરભાઈ વોરા (2) સમીર સિકંદરભાઈ વોરા (3) જહીર દાવલભાઈ બેલીમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને ઝડપી પાડી કાયદાનું ભાન પણ કરાવ્યું હતું.
આ કેસની વધુ માહિતી આપતા ડીવાયએસપી (DySP) નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, ઘરમાં જ ગૌવંશ લાવીને તેની કતલ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાલ 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, જ્યારે 1 મહિલા સહિત અન્ય 4 આરોપીઓ હાલ ફરાર (Absconding) છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) અને પાટડી સ્થાનિક પોલીસની ટીમો કામે લાગી છે. ધાર્મિક સોહાર્દ ન ડહોળાય તે માટે પોલીસે સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે.
