Surendranagar

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ : CMOમાં ફરિયાદ સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતનો આક્ષેપ

સુરેન્દ્રનગરના પાટડી નગરપાલિકા દ્વારા રૂ.6.55 કરોડના ખર્ચે હાથ ધરવામાં આવેલ તળાવ બ્યુટીફિકેશનનું કામ ફરી એકવાર વિવાદમાં સપડાયું છે. ટેન્ડરની શરતો મુજબ, કામગીરીમાં વપરાતા તમામ ખનીજ તત્વોની રોયલ્ટી ભરવી ફરજિયાત હોવા છતાં, કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા રોયલ્ટી ભર્યા વિના જ માટીનું પુરાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લાગ્યો છે.

અરજદારના જણાવ્યા મુજબ, તળાવમાંથી જ બેફામ રીતે માટીનું ખોદકામ કરી તેનો ઉપયોગ પુરાણ માટે કરવામાં આવ્યો છે, જેના કારણે સરકારની તિજોરીને અંદાજે એક કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું હોવાની આશંકા છે.

આ મામલે અગાઉ સ્થાનિક વહીવટી તંત્ર અને ખાણ-ખનીજ વિભાગને વારંવાર લેખિત રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ જવાબદાર અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી ન કરતા હવે મામલો મુખ્યમંત્રી કાર્યાલય (સીએમઓ) સુધી પહોંચ્યો છે. આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર એજન્સીને આથક લાભ કરાવવા માટે અધિકારીઓએ જાણીજોઈને આંખ આડા કાન કર્યા છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે આ સમગ્ર કામગીરીની ઉચ્ચસ્તરીય વિજિલન્સ તપાસ કરવામાં આવે અને માટી ખરીદીની રસીદો તથા રોયલ્ટીના દસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવે. જો અધિકારીઓની સંડોવણી સાબિત થાય તો તેમની સામે પણ કડક પગલાં ભરવાની માંગ પ્રબળ બની છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

6 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago