Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સિદ્ધિ:પાણશીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું NQAS સર્ટિફિકેટ મળ્યું

user 2 13 March 2026
સિદ્ધિ:પાણશીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું NQAS સર્ટિફિકેટ મળ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પાણશીણા PHC ને ભારત સરકાર દ્વારા આપવામાં આવતું પ્રતિષ્ઠિત NQAS (National Quality Assurance Standards) સર્ટિફિકેટ પ્રાપ્ત થયું છે. લીંબડી તાલુકામાં શિયાણી PHC બાદ આ સન્માન મેળવનાર પાણશીણા તાલુકાનું બીજું આરોગ્ય કેન્દ્ર બન્યું છે.

ગત 20 અને 21 જાન્યુઆરી 2026 ના રોજ રાજ્ય બહારના નિષ્ણાતોની ટીમ દ્વારા આ કેન્દ્રનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં હોસ્પિટલનો આંતરિક અને બાહ્ય દેખાવ, સ્ટાફની હાજરી, OPD-IPD સુવિધાઓ, રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું અમલીકરણ અને સ્ટાફના કૌશલ્ય જેવા વિવિધ પાસાઓની ચકાસણી કરવામાં આવી હતી. 5 ફેબ્રુઆરીએ જાહેર થયેલા પરિણામમાં પાણશીણા PHC એ 93 ટકા ગુણ મેળવીને તમામ માપદંડો સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. મેડિકલ ઓફિસર ડો. કાજલ નાંઘા અને ડો. અંકિતા ડોડિયા સહિતના સમગ્ર સ્ટાફે આ સિદ્ધિ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Panshina Village (પાણશીણા ગામ)

Post navigation

Previous: ચોટીલા: બે સંતાનોની માતાને યુવક સાથે મૈત્રી કરાર કરવો ભારે પડ્યો, મારી નાખવાની ધમકી
Next: સુરેન્દ્રનગરમાં PGVCLનો સપાટો: 4,126 ગ્રાહકો પાસેથી 1.75 કરોડની વસૂલાત, 87 કનેક્શન કપાયા

Related News

Limbdi Police Raid and Seized Foreign Liquor Bottles in Jakhan Village

લીંબડીના જાખણ ગામે મકાનમાંથી રૂ. 4 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો

surendranagarupdate1@gmail.com 25 August 2026
accident

લીમડી-અમદાવાદ હાઇવે પર કાર પલટી જતાં રાજકોટના આધેડનું મોત

surendranagarupdate1@gmail.com 24 August 2026
limbdi-fuel-theft-raska-canal-road-raid

લીંબડીના રાસ્કા કેનાલ રોડ પર ટેન્કરમાંથી ડીઝલ કેરબામાં ભરતા 4 શખ્સ પકડાયા

surendranagarupdate1@gmail.com 24 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add