Online Gaming | ડિજિટલ યુગમાં (Online Gaming) હવે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનો માટે ચિંતા જનક મુદ્દો બની રહ્યો છે. (Facebook) અને (Instagram) જેવી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવતી લોભામણી જાહેરાતોના કારણે અનેક યુવાનો ઓનલાઇન જુગાર અને ગેમિંગ એપ્સ તરફ આકર્ષાઈ રહ્યા છે. શરૂઆતમાં મનોરંજન માટે રમાતી ગેમ હવે આર્થિક નુકસાનનું કારણ બની રહી છે.
ભોગ બનનાર યુવાનોના જણાવ્યા મુજબ, ગેમ રમવા માટે જ્યારે તેઓ રકમ જમા કરે છે એટલે કે (Recharge) કરે છે, ત્યારે બેંક અથવા (Cyber Cell) તરફથી કોઈ રોકટોક થતી નથી. પેમેન્ટ ગેટવે દ્વારા રકમ સરળતાથી કપાઈ જાય છે. પરંતુ મુશ્કેલી ત્યારે સર્જાય છે જ્યારે યુવાન ગેમમાં મોટી રકમ જીતે અને તે રકમ (Withdraw) કરવાનો પ્રયાસ કરે. તે સમયે અચાનક બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે.
ગેમ સંચાલકો દ્વારા રકમ જમા થયાનો મેસેજ મોકલવામાં આવે છે, પરંતુ સાયબર સેલ દ્વારા તે રકમ બ્લોક કરી દેવામાં આવે છે. પરિણામે અનેક ખાતાધારકોના લાખો રૂપિયા અટવાઈ ગયા છે. યુવાનો બેંકમાં પૂછપરછ કરવા જાય છે ત્યારે અધિકારીઓ “સાયબર સેલે એકાઉન્ટ બ્લોક કર્યું છે” કહી જવાબદારી ટાળી દે છે.
જાગૃત નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આવી ગેમ્સ ગેરકાયદેસર હોય તો તે એપ્લિકેશન્સને ચલાવવા કેમ દેવામાં આવે છે? રીચાર્જ સમયે એલર્ટ કેમ આપવામાં આવતું નથી? તેમજ બોગસ કંપનીઓના નામે ખાતા ખોલાવી નાણાં એકત્રિત કરનારા સંચાલકો સામે કાર્યવાહી કેમ થતી નથી?
આ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ યુવાનોને રૂપિયાથી રમાતી ઓનલાઇન ગેમ્સ ડાઉનલોડ ન કરવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે, ગેરકાયદેસર ગેમિંગ એપ્સ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે અને સાયબર ક્રાઈમની મદદથી ફ્રીઝ થયેલા જેન્યુન એકાઉન્ટ્સની તપાસ કરવામાં આવશે. યુવાનોને સાવચેત રહી નાણાકીય નુકસાનથી બચવા સૂચના આપવામાં આવી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…