Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

user 2 20 March 2026
લીંબડી: રાસકામાં ખેતરમાંથી 480 કિલો વીજ વાયર ચોરતી રાજસ્થાની ગેંગનો પર્દાફાશ

સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રાસકા ગામે ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઈનના તાર કાપી ચોરી કરવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. ખેડૂતો જ્યારે વહેલી સવારે વાડીએ ગયા ત્યારે મોટર શરૂ ન થતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે થાંભલા પરથી અંદાજે 480 કિલો એલ્યુમિનિયમના વીજ વાયરની ચોરી થઈ છે.

આ મામલે પીજીવીસીએલ (PGVCL) અને પોલીસમાં ફરિયાદ છતાં સ્થાનિક પોલીસ તપાસમાં નિષ્ફળ રહી હતી, ત્યારે સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) આંતરરાજ્ય ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડ્યો છે.

Join Our WhatsApp Group

એલ.સી.બી.ની તપાસમાં સામે આવ્યું છે કે રાજસ્થાનની 6 શખ્સોની ટોળકી આ પ્રકારની ચોરીમાં માહિર છે. પોલીસે રાજસ્થાનના ડિડવાણાના રહેવાસી કિશનલાલ મોહનલાલ ગુર્જરની અટકાયત કરી તેની પાસેથી ચોરી કરેલો 480 કિલો વીજ વાયર સહિત કુલ 1.46 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેંગના અન્ય સાગરીતો કૈલાસસિંહ, પ્રહલાદભાઈ, શ્રવણસિંહ અને રાજુ સહિતના આરોપીઓને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: PGVCL (પીજીવીસીએલ) Theft (ચોરી)

Post navigation

Previous: ધાંગધ્રા: રાયોટિંગના ગુનામાં 13 વર્ષથી ફરાર આરોપી સંજય ભરવાડ ઝડપાયો
Next: રાજસીતાપુર ફાટક પાસે ફાટકમેનની બેદરકારીથી એસટી બસ સહિતના વાહનો રેલવે ટ્રેક પર ફસાયા

Related News

image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add