મુળી (Muli) તાલુકાના ગઢાદ (Gadhad) ગામના કોંગ્રેસના યુવા નેતા અને વગડિયા ગેસ એજન્સીના સંચાલક યશપાલસિંહ દીલીપસિંહ પરમાર પર જૂની અદાવતમાં છરી વડે હુમલો (knife attack) થયો છે.
આશરે એકાદ સપ્તાહ પહેલાં યશપાલસિંહને ગેસ કનેક્શન બાબતે ગામના જ શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર સાથે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખી તા. 5 સપ્ટેમ્બરના રોજ મૂળી ખાતે શિવરાજસિંહે તેમને ગાળો આપી ધમકી આપી હતી. ત્યારબાદ યશપાલસિંહ પોતાની કાર (car) લઈને ગઢાદ પરત ફરી રહ્યા હતા, ત્યારે જોધાભાઈ રબારીના ઘર પાસે શિવરાજસિંહ અને એક અજાણ્યા શખ્સે પોતાની કાર આડી નાખી તેમને આંતર્યા હતા.
આરોપીઓએ કારની ચાવી કાઢી હુમલો કર્યો હતો. શિવરાજસિંહે છરી મારતાં યશપાલસિંહે તેને પકડી લેતાં ડાબા હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ દરમિયાન આરોપીઓ કારમાં રાખેલા રૂ. 13,000 રોકડાની લૂંટ (robbery) ચલાવી ફરાર થઈ ગયા હતા.
ઈજાગ્રસ્ત નેતાને પ્રથમ મૂળી અને બાદમાં સુરેન્દ્રનગરની સી.યુ.શાહ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે મૂળી પોલીસે (Muli Police) શિવરાજસિંહ સહિત બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…