Surendranagar

જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વઢવાણ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ

​ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બહેનોને ભોજન પીરસાયું અને જીવદયાના કાર્યો કરાયા

​Jagdish Vishwakarma Birthday | ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વઢવાણ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે દિવ્યાંગ બહેનોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.

​ત્યારબાદ વઢવાણ પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાંજરાપોળ ખાતે નવનિર્મિત આધુનિક પશુ દવાખાનાની મુલાકાત લઈ તેની અધ્યતન સુવિધાઓ અને કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી.

​આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી તેમજ મહામંત્રી જયભાઈ શાહ સહિત પક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને સમાજસેવા, દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના અને જીવદયાનો સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો હતો.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago