ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં દિવ્યાંગ બહેનોને ભોજન પીરસાયું અને જીવદયાના કાર્યો કરાયા
Jagdish Vishwakarma Birthday | ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વઢવાણ ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં સી.યુ. શાહ પ્રજ્ઞાચક્ષુ મહિલા સેવા કુંજ ખાતે દિવ્યાંગ બહેનોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું.
ત્યારબાદ વઢવાણ પાંજરાપોળ ખાતે ગાયોને ઘાસચારો અર્પણ કરવામાં આવ્યો હતો. આ સાથે જ પાંજરાપોળ ખાતે નવનિર્મિત આધુનિક પશુ દવાખાનાની મુલાકાત લઈ તેની અધ્યતન સુવિધાઓ અને કામગીરી અંગે ઝીણવટભરી માહિતી મેળવવામાં આવી હતી.
આ પ્રસંગે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેયર રાકેશભાઈ રાઠોડ, ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી તેમજ મહામંત્રી જયભાઈ શાહ સહિત પક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.
જન્મદિવસની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડીને સમાજસેવા, દિવ્યાંગજનો પ્રત્યે સંવેદના અને જીવદયાનો સુંદર સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
