સોલડી – બાઈસાબગઢ રોડ પરથી પથ્થરનું ગેરકાયદેસર ખનન ઝડપાયું.
પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમ દ્વારા ખનન પર દરોડા કરી 45 લાખની ક્રેન ઝપ્ત કરાઇધ્રાંગધ્રા પંથકમાં રેતી અને પથ્થરનું ખનન ખુલ્લેઆમ થઈ રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી અને મામલતદારની સંયુક્ત ટીમ દ્વારા સોલડી – બાઈસાબગઢ રોડ પરથી ગેરકાયદેસર પથ્થરનું ખનન ઝડપી પાડ્યું હતું. ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ઈનચાર્જ મામલતદાર એચ.આર.પઢિયાર સહિતની ટીમને સોલડી બાઈસાબગઢ રોડ પર પથ્થરનું ખનન થતું હોવાની જાણ થતા જ દરોડો કરતા ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઈ હતી આ તરફ પથ્થરની ખાણ પરથી એક ક્રેન કિંમત ૪૫ લાખ રૂપિયાની જપ્ત કરી આગળની કામગીરી અને જમીન માપણી માટે સુરેન્દ્રનગર ખાણ ખનિજ વિભાગને સોંપી કાર્યવાહી હાથ ધરી હતી. આ તરફ પ્રાંત અધિકારી દ્વારા અગાઉ પણ ગેરકાયદેસર ખનન અને iખનિજ હેરફેર કરતા વાહનોને જપ્ત કરવાના આવ્યા હતા આ ગેરકાયદેસર ખનન કેટલા સમયથી ચાલુ હતુ એની તપાસ હાથ ધરાઇ છે વધુ એક વખત પથ્થરના ગેરકાયદેસર ખનન પર દરોડો કરતા ખનિજ માફિયાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…