Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં પ્રથમ રાજ્ય કક્ષાની ગુનાહિત પરિષદ યોજાઈ: વ્યાજખોર ખાણકામ માફિયાઓ સામે યાદી બનાવીને કાર્યવાહી કરવામાં આવશે

jeet 17 October 2025
Untitled design_20251017_144924_0000

સુરેન્દ્રનગરમા પ્રથમવાર રાજયકક્ષાની ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ:વ્યાજખોર ખનનમાફીયાઓ ની યાદી બનાવી કરાશે કાર્યવાહી

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર: રાજ્યના પોલીસ વડા (DGP) વિકાસ સહાયની અધ્યક્ષતામાં સુરેન્દ્રનગરમા પ્રથમવાર રાજ્યની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અને ગુનાખોરી નિયંત્રણ માટે મહત્ત્વપૂર્ણ માસિક ક્રાઇમ કોન્ફરન્સ યોજાયું. આ કાર્યક્રમમાં રેન્જ આઇ.જી., પોલીસ કમિશનરો, જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. કોન્ફરન્સમાં વિવિધ સંવેદનશીલ અને વર્તમાન સમયે મહત્વ ધરાવતા વિષયો પર વિશેષ ચર્ચા કરવામાં આવી.

સુરેન્દ્રનગરમાં રાજ્યના પોલીસ વડાના આગમનના પગલે સુરેન્દ્રનગર શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવના માર્ગદર્શન તળે

 સુરેન્દ્રનગર જિલ્લા એસપી પ્રેમસુખ ડેલુ સાથે lcb,sog,lib સહિતની ટીમોએ રાજ્યભરના પોલીસ અધિકારીઓ માટે વ્યવસ્થા સંભાળી હતી.ક્રાઇમ કોન્ફરન્સનું મુખ્ય હેતુ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ, ગુનાખોરીના રેકોર્ડની સમીક્ષા, તેમજ નવા રણનીતિઓ ઘડવાનો હતો, જેથી લોકોને સુરક્ષિત વાતાવરણ પૂરૂં પાડવામાં મદદ મળે. કોન્ફરન્સ દરમિયાન મુખ્ય ચર્ચાના મુદ્દાઓમાં સાયબર ફ્રોડ, શરીર સંબંધી ગુનાઓ, વ્યાજખોરી, લોન મેળા અને મહિલા સુરક્ષા પર વિશેષ ભાર મૂકાયો હતો

બોક્ષ ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી ઘટાડો

DGP વિકાસ સહાયે ઉચ્ચ અધિકારીઓને હુકમ આપ્યો કે ગુનાખોરીના આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીને ટેક્નોલોજી દ્વારા ગુનાઓ પર નિયંત્રણ લાવવા માટે સ્ટાફને તાલીમ આપવામાં આવે. તેમ તેમણે જણાવ્યું કે પોલીસ અને પ્રજાના વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે, જેથી નાગરિક સુરક્ષિત વાતાવરણમાં રહે અને પોલીસને પ્રજાભિમુખ બનાવી શકાય.

આ ક્રાઇમ કોન્ફરન્સ રાજ્યમાં કાયદા-વ્યવસ્થા, નાગરિક સુરક્ષા, અને પોલીસની કામગીરીને વધુ અસરકારક, ગતિશીલ અને પ્રજાભિમુખ બનાવવામાં મહત્વપૂર્ણ મંચ તરીકે ઉભરી છે.

સાયબર ફ્રોડ સામે સખ્ત પગલાં:

ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ મામલે DGP વિકાસ સહાયે વિશેષ રણનીતિ ઘડવાની સૂચના આપી. ઈન્ટરનેટ પર થતી ધોકાધડી સામે તાત્કાલિક કાર્યવાહી જરૂરી છે. નાગરિકોને જાગૃત કરવા, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સમાં સાવધાની રાખવા, અને ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાઓને ઝડપી રીતે પકડવા માટે તંત્રને મજબૂત બનાવવા માટેના પગલાંની ચર્ચા કરવામાં આવી.

શરીર સંબંધી ગુનાઓ પર કડક નિયંત્રણ:

હત્યા, લૂંટ, બળાત્કાર જેવા ગંભીર ગુનાઓના રેકોર્ડમાં ઘટાડો લાવવા માટે પોલીસ કામગીરીને વધુ અસરકારક બનાવવા પર ભાર મુકાયો. DGP દ્વારા સૂચના આપવામાં આવી કે ગુનાઓની તપાસની ગુણવત્તા સુધારવી અનિવાર્ય છે. એમાં evidence collection, forensic technology અને પોલીસે field પર ઝડપી action લેવું અનિવાર્ય ગણાયું.

વ્યાજખોરો સામે કડક કાર્યવાહી થસે

રાજ્યમાં સામાન્ય અને ગરીબ લોકો પર વ્યાજખોરીનું દૂષણ ગંભીર ચિંતાનો વિષય છે. કોન્ફરન્સમાં વ્યાજખોરોના ચુંગાલમાંથી લોકોને બચાવવા માટે સખ્ત કાયદેસર પગલાં લેવામા આવશે લોકોના જમીન મકાન દુકાનો પચાવી વ્યાજખોરના લીસ્ટ બનાવી કાર્યવાહી કરાશે લોકોને પણ અપીલ કરવામા આવી હતી આપ વ્યાજખોર સામે ફરિયાદ કરો અમે કાર્યવાહી કરીશુ

 અને બેંકો વચ્ચે સહયોગ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો. લોન મેળા યોજી લોકોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમને સન્માનભેર જીવન જીવવામાં મદદરૂપ થવાના અભિગમ પર ભાર મૂકાયો.

મહિલા સુરક્ષા અને શી ટીમની કામગીરી:

મહિલા સુરક્ષા હંમેશા રાજ્ય પોલીસની પ્રાથમિકતા રહી છે. કોન્ફરન્સમાં જાહેર સ્થળો, શોપિંગ માળ, શૈક્ષણિક સંસ્થાઓ અને મહિલા એતિહાસિક સ્થળો નજીક પોલીસ પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકાયો. ‘શી ટીમ’ની કામગીરી વધુ સક્રિય કરવાના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને આ ટીમને ટાર્ગેટેડ એક્શન લેવાની સૂચના આપવામાં આવી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: દર્શન વિદ્યાલયના વિદ્યાર્થીએ રાજ્યકક્ષાએ ઝળહળતી સફળતા મેળવી
Next: દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add