Categories: Surendranagar

સુરેન્દ્રનગર: સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખની છેતરપિંડી આચરનાર નકલી IAS મેહુલ શાહની ઉદયપુરથી ધરપકડ

Fake IAS Mehul Shah Arrested | સુરેન્દ્રનગરના ઝેરોક્ષની દુકાનના સંચાલકને IAS તરીકેની ઓળખાણ આપી ત્રણ સંતાન અને એક ભત્રીજા, એક ભાણીને નોકરી અપાવવાના બહાને રૂ.25 લાખ લઈ ફરાર થઈજનારા માસ્ટર માઈન્ડ મેહુલ શાહની ધરપકડ કરાઈ છે.

રાજસ્થાનના ઉદયપુરની ગીતાંજલિ હોટલ એન્ડ રિસોર્ટમાં 3 મહિનાથી મેનેજર તરીકે કામ કરતાં હોવાની જાણ થતાં પોલીસે ઝડપી સુરેન્દ્રનગર લાવી કાર્યવાહી હાથ ધરી છે.

IAS તરીકેની ઓળખ આપનાર આરોપી મેહુલ પ્રવિણભાઈ શાહ અને તેના સાગરીતોએ ગુનાહિત કાવતરું રચી નજીકના સગાં મહિદીપસિંહ જાડેજાને પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડાયરેક્ટર તરીકે આપી હતી.

તેમણે ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા, ગાંધીનગર સચિવાલય, રેવન્યુ ડિપાર્ટમેન્ટ લખાણ વાળું નકલી આઈડી કાર્ડ પણ બતાવ્યું હતું. નોકરીની લાલચ આપી ફરિયાદીના ત્રણ સંતાનો, એક ભત્રીજો અને એક ભાણીને સરકારી નોકરી અપાવવાના બહાને વિશ્વાસમાં લઈ, ફરિયાદી પાસેથી કુલ રૂ.25,00,000/- પચાવી પાડ્યા હતા. નોકરી નહીં અપાવીને તેમજ રૂપિયા પરત નહીં આપીને ફરિયાદી સાથે વિશ્વાસઘાત તથા છેતરપિંડી કરી હતી.

નકલીનો ભાંડો ફૂટ્યા બાદ મેહુલની માતાએ પૈસા પરત કરવા સમજૂતી કરાર કર્યો હતો આરોપી મેહુલની માતા પારુલબેને વર્ષ 2024માં કરાર કર્યો હતો. જેમાં રકમ આપનાર તરીકે જાડેજા મહિદીપસિંહ કુલુભાના નામનો ઉલ્લેખ છે. આ રકમ કાયદેસરનું લેણું હોવાથી કાર્યવાહી માટે બંધાયેલા હોવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે સાથે લોકોને વિશ્વાસમાં લેવા પોતાને એવોર્ડ પણ મળેલ હોવાના ફોટા બતાવતો અને સોશિયલ મીડિયામાં પણ વાઈરલ પોસ્ટ કરી છેતરપિંડી આચરતો હતો.

શાળાની ફીમાં 50 ટકા ડિસ્કાઉન્ટની સ્કીમ આપી વાલીઓને પણ છેતર્યા સરકારી નોકરી ઉપરાંત આરોપીએ શિક્ષણ ક્ષેત્રે પણ મોટું કૌભાંડ આચર્યું છે. વાંકાનેરમાં બે અને અમદાવાદની એક શાળા ચલાવીને વાલીઓને લોભામણી સ્કીમ આપી હતી. જે વાલીઓ એકસાથે 5 થી 10 વર્ષની એડવાન્સ ફી ભરશે તેમને 50 ટકા ફી બાકી મળશે તેવી લાલચ આપી વાલીઓ પાસેથી લાખો રૂપિયા વસૂલી લીધા હતા. પોલીસે આ દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં શાળા સંચાલકને 10 લાખનો ચૂનો ચોપડ્યો : 100 કરોડમાં સ્કૂલ ખરીદવાનો દાવો કરતો હતો મેહુલ શાહ પોતે સાયન્ટિફિક વિભાગમાં અધિકારી હોવાનો દાવો કરતો હતો. બાળકોને નાસા, બેંગલુરુ પ્રવાસે લઈ જવાની વાત કરી શાળા સંચાલકોનો વિશ્વાસ કેળવતો હતો. નવી લેબ બનાવવા અને સ્કૂલ ખરીદવાની ઈચ્છા દર્શાવતો હતો. અસલાલીની એક સ્કૂલના સંચાલક પાસેથી તેણે રૂ.10 લાખ પડાવ્યાનું પણ કહેવાય છે. એટલું જ નહીં બોપલમાં 100 કરોડમાં સ્કૂલ ખરીદવાનો દાવો કરી ચાના બગીચા વેચ્યા બાદ કરોડો આપવાનું કહેતો હતો.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago