Surendranagar

સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગો ઉપર વિજતાર ખુલ્લી હાલતમાં..

મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા વ્યવસ્થિત પેકિંગ કરવા ઉઠી માંગ..

ટાવર ચોકથી લઈ હેન્ડલુમ સુધી આવેલા વીજ થાંભલાઓમાં વાયરીંગ ખુલ્લી હાલતમાં..

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સતત બેદરકારી સામે આવતી હોય છે ત્યારે સુરેન્દ્રનગર શહેરના ટાવર ચોકથી લઈ અને સુરેન્દ્રનગર શહેરના હેન્ડલુમ સુધી મુખ્ય માર્ગ ઉપર જે વીજપોલ આવેલા છે તેના તાર લટકતી હાલતમાં છે અને ખુલ્લી હાલતમાં છે મહાનગરપાલિકા દ્વારા આ વીજ તારનું પેકિંગ કરવામાં આવ્યું નથી કે પેટી પણ મૂકવામાં આવી નથી.

મોટી દુર્ઘટના સર્જાય તેવા એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની વીજ વિભાગની ટીમ દ્વારા સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં લટકતા વીજ વાયરીંગ વ્યવસ્થિત રીતે પેકિંગ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રખડતા ઢોર અથવા તો બજારમાં આવતા લોકો આ ખુલ્લા વાયરીંગને સ્પર્શ કરશે તો મોટી દુર્ઘટના સર્જાઇ તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે..

ત્યારે હવે મહાનગરપાલિકાની વીજ વિભાગની ટીમ દ્વારા ટાવરથી લઈ અને હેન્ડલુમ સુધી મુખ્ય માર્ગ ઉપર નાખવામાં આવેલા થાંભલાઓના ખુલ્લા તાર વ્યવસ્થિત રીતે પેટીમાં પેકિંગ કરવામાં આવે અને દુર્ઘટના સર્જાય તે પહેલાં સફાળું જાગી અને આ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે..

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago