સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે આફત સમાન બની રહી છે.
અંદાજે 20 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થયેલો આ પ્રોજેક્ટ છેલ્લા કેટલાય સમયથી ગોકળગાયની ગતિએ ચાલી રહ્યો છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ધ્રાંગધ્રા સેવા સદન સામેના મુખ્ય માર્ગ પર છેલ્લા દોઢ મહિનાથી ખોદકામ કરીને કામ અધૂરું છોડી દેવામાં આવ્યું છે.
ભૂગર્ભ ગટરની પાઈપલાઈન નાખવા માટે રોડ પર મોટા ખાડા ખોદવામાં આવ્યા છે અને ખોદકામની માટીના ઢગલા પણ રસ્તા પર જ ખડકી દેવાયા છે. સેવા સદન ખાતે દરરોજ સેંકડો અરજદારો પોતાના કામકાજ માટે આવતા હોય છે, જેમને આ અવરોધોને કારણે પસાર થવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. રાત્રિના સમયે પૂરતી લાઈટિંગના અભાવે આ ખુલ્લા ખાડાઓ જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિક રહીશો અને વાહનચાલકો માટે આ માર્ગ પરથી નીકળવું અત્યંત જોખમી બની ગયું છે.
ચોંકાવનારી બાબત એ છે કે સેવા સદનમાં બેસતા ઉચ્ચ અધિકારીઓ પણ આ પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છે. અનેકવાર GUDC અને જવાબદાર તંત્રનું ધ્યાન દોરવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવતી નથી. તંત્રની આ લાપરવાહી કોઈ મોટા અકસ્માતને નોતરું આપી રહી હોય તેવું જણાય છે. ધ્રાંગધ્રાની જનતા હવે માંગ કરી રહી છે કે વહીવટી તંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આ અધૂરું કામ પૂર્ણ કરી રસ્તો ખુલ્લો કરવામાં આવે, જેથી નાગરિકોને અકસ્માતના ભયમાંથી મુક્તિ મળે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…