સમગ્ર રાજ્યની સાથે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારના પેટ્રોલ પંપો પર વાહનચાલકોની લાંબી કતારો જોવા મળી હતી.
પરિસ્થિતિ એટલી ગંભીર બની હતી કે લોકો વાહનોની ટાંકી ફૂલ કરાવવાની સાથે ઈંધણનો સંગ્રહ પણ કરવા લાગ્યા હતા, જેના કારણે અનેક પંપો પર મોડી રાત્રે સ્ટોક પૂર્ણ થઈ ગયો હતો. આ ગંભીર બાબતને ધ્યાને લઈ ધ્રાંગધ્રા મામલતદાર દ્વારા તાત્કાલિક પેટ્રોલ પંપ સંચાલકો સાથે મહત્વની બેઠક યોજવામાં આવી હતી.
મામલતદારે બેઠક દરમિયાન તમામ સંચાલકોને કડક સૂચના આપી છે કે કોઈ પણ ગ્રાહકને બિનજરૂરી જથ્થો સંગ્રહ કરવા માટે ન આપવો અને ઈંધણનું મર્યાદિત વેચાણ કરવું. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો કોઈ સંચાલક જાણીજોઈને વેચાણ બંધ રાખશે અથવા કૃત્રિમ અછત ઊભી કરવાનો પ્રયાસ કરશે, તો તેમની સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે. મામલતદારે સંચાલકોને માર્ગદર્શન આપ્યું હતું કે ટેકનિકલ ખામી સિવાય કોઈ પણ સંજોગોમાં ઈંધણનું વેચાણ અટકાવવું નહીં.
બીજી તરફ, વહીવટી તંત્ર દ્વારા સામાન્ય જનતાને પણ ખાસ અપીલ કરવામાં આવી છે. મામલતદારે જણાવ્યું કે જિલ્લામાં ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી સોશિયલ મીડિયા પર વહેતી થતી ખોટી અફવાઓથી દોરવાવું નહીં. લોકોને જરૂરિયાત મુજબ જ પેટ્રોલ-ડીઝલ પુરાવવા અને બિનજરૂરી સંગ્રહખોરી ટાળવા વિનંતી કરવામાં આવી છે, જેથી વ્યવસ્થા જળવાઈ રહે અને દરેક નાગરિકને પૂરતું ઈંધણ મળી રહે.
ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે સિટી પોલીસ એક્શન મોડમાં આવી છે. ધ્રાંગધ્રા સીટી…
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-ચોટીલા હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. સાયલા તાલુકાના વખતપર ગામના…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાનો રણકાંઠા વિસ્તાર ભૌગોલિક પરિસ્થિતિને કારણે શિક્ષણ ક્ષેત્રે આજે પણ પડકારોનો સામનો…
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં…
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. ધ્રાંગધ્રા…
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ રેલવે સ્ટેશન પર મુસાફરોને પાયાની સુવિધાઓ માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો…