Dhrangadhra

ધાંગધ્રામાં ખોટા દસ્તાવેજો જમીન પચાવી પાડવાનું કાવતરું કરનાર 3 શખ્સો ઝડપાયા

ધ્રાંગધ્રાના કુંભાર પરા વિસ્તારમાં રહેતા પ્રેમજીભાઈ પુનાભાઈ દલવાડીની વડીલોપાર્જિત જમીન પચાવી પાડવા માટે ત્રણ શખ્સોએ ભેગા મળીને કાવતરું રચ્યું હતું. આરોપીઓએ પ્રેમજીભાઈની જાણ બહાર અંગ્રેજીમાં ખોટી ‘પાવર ઓફ એટર્ની’ કરાવી હતી અને તેમની નકલી સહીઓ કરીને ખોટા વાઉચર બનાવ્યા હતા.

આ ઠગબાજોએ દસ્તાવેજોમાં એવું દર્શાવ્યું હતું કે તેઓએ પ્રેમજીભાઈને 11.15 લાખ રૂપિયા ચૂકવી દીધા છે. આ ખોટા દસ્તાવેજોનો અસલ તરીકે ઉપયોગ કરી જમીન હડપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે ફરિયાદ નોંધાતા ધાંગધ્રા સીટી પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ ગુનામાં સામેલ સંજય ઉર્ફે બિલ્લો મનાભાઈ સરવૈયા, ચંદ્રેશભાઈ ગોપાલભાઈ ગોલતર અને સુરેશભાઈ ઉર્ફે કાઠી નાનુભાઈ રાતડીયા નામના ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આરોપીઓએ આર્થિક લાભ મેળવવા માટે આખું માળખું ઊભું કર્યું હતું. હાલમાં ધાંગધ્રા પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે અને છેતરપિંડીની રકમ રિકવર કરવા માટે રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

આ કિસ્સાએ જિલ્લામાં જમીન લે-વેચમાં થતી છેતરપિંડી અંગે જાગૃતિ લાવી દીધી છે. પોલીસ વિભાગ દ્વારા અન્ય કોઈ વ્યક્તિ આ કાવતરામાં સામેલ છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીન પચાવી પાડવાના આ કેસમાં કડક કાર્યવાહી કરીને પોલીસે ગુનેગારોને કાયદાનું ભાન કરાવ્યું છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago