Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલા ઉત્સવ 2026: ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભવ્ય સ્વરાંજલિ

user 2 12 March 2026
Untitled design - 2026-03-13T181728.876

ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત 2 દિવસીય ‘ચોટીલા ઉત્સવ 2026’નો મા ચામુંડાના સાનિધ્યમાં ભવ્ય પ્રારંભ થયો છે. પાંચાળની પાવન ધરા પર ભક્તિ અને લોક સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે તેમની જન્મભૂમિ પર જ વિશેષ સ્વરાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં લોકસહિત્યની સરવાણી અને ભક્તિ સંગીતની સુરાવલીઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કલેક્ટર કે.એસ. યાશિક અને જિલ્લા યુવા વિકાસ અધિકારી ભરતસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉત્સવમાં ‘રંગ મેઘાણી’ ફોક ફ્યુઝન મ્યુઝિક શો મુખ્ય આકર્ષણ રહ્યો હતો. રક્ષા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ શોમાં મેઘાણીજીની અમર રચનાઓને આધુનિક શૈલીમાં રજૂ કરી નવી પેઢીને સાંસ્કૃતિક વારસા સાથે જોડવાનો પ્રયાસ કરાયો હતો. આ ઉપરાંત, પાંચાળનો હુડો રાસ, લાવણી નૃત્ય અને ડાંગના પાવરી નૃત્ય જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ગુજરાતની કલા-સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચુડા 108ની સમય સૂચકતાથી માતા,નવજાત શિશુનો બચાવ
Next: વઢવાણ-લખતર રોડ પર પુરવઠા વિભાગનો સપાટો: શંકાસ્પદ ચોખાના 46 કટ્ટા જપ્ત

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add