Chotila

વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર

સુરેન્દ્રનગર જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે ચૈત્રી પૂનમનો મહિમા અનેરો છે. આગામી ચૈત્રી પૂનમે મા ચામુંડાના દર્શન કરવા અને ધજા ચડાવવા માટે હાલ ગુજરાતભરમાંથી માઈભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે.

ખાસ કરીને વિરમગામ, લખતર અને સુરેન્દ્રનગર હાઈવે પર છેલ્લા 2 દિવસથી પદયાત્રીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગર, અમદાવાદ, સાણંદ, મહેસાણા અને કડી-કલોલ જેવા વિસ્તારોમાંથી હજારો શ્રદ્ધાળુઓ પગપાળા ચોટીલા જવા રવાના થયા છે.

ઝાલાવાડના રસ્તાઓ હાલ ‘ચામુંડા માત કી જય’ના નાદથી ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સુવિધા માટે લખતર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે. વિઠ્ઠલગઢ, છારદ, ઓળક, કડુ અને ગેથળા હનુમાન મંદિર જેવા સ્થળોએ સેવાભાવી ગૃપો દ્વારા પદયાત્રીઓ માટે જમવા, નાસ્તો, ચા-પાણી અને આરામની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને સેવા કેમ્પોમાં ઠંડા તરબૂચ, આઈસ્ક્રીમ, લસ્સી અને શેરડીના રસ જેવી વિશેષ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવાઈ છે. આ ઉનાળાના ધોમધખતા તાપમાં નાના બાળકોથી લઈને વૃદ્ધો પણ અત્યંત ઉત્સાહ સાથે પદયાત્રા કરી રહ્યા છે. સેવા કેમ્પોમાં ભક્તો માટે દવાઓ અને મોબાઈલ ચાર્જિંગ જેવી પાયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. પદયાત્રીઓએ સેવાભાવી સંસ્થાઓની આ કામગીરીને બિરદાવી છે. સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર ગણાતા લખતર પંથકમાં હાલ ભક્તિમય માહોલ છવાયો છે અને માઈભક્તોની અતૂટ શ્રદ્ધાના દર્શન થઈ રહ્યા છે.

user 2

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

6 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

6 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago