સુરેન્દ્રનગર જિલ્લાની ચોટીલા નગરપાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટર્મ પૂર્ણ થતા હવે વહીવટદાર શાસન અમલી બન્યું છે. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર હરેશ મકવાણાએ વહીવટદાર તરીકેનો પદભાર સંભાળી લીધો છે.
ચાર્જ સંભાળતાની સાથે જ તેમણે નગરપાલિકાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં તેમણે સ્પષ્ટ સૂચના આપી હતી કે નાગરિકોને પાયાની સુવિધાઓ જેવી કે સ્વચ્છતા, પાણી પુરવઠો અને માર્ગ વ્યવસ્થા બાબતે કોઈ પણ ફરિયાદ મળવી જોઈએ નહીં.
વહીવટદારે પ્રથમ તબક્કામાં નગરપાલિકા દ્વારા ચાલી રહેલા તમામ વિકાસના કામોની વિગતવાર યાદી મંગાવી છે અને કામગીરીની સમીક્ષા શરૂ કરી છે. તેમણે જણાવ્યું હતું કે સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પારદર્શક રીતે પહોંચવો જોઈએ.
વહીવટમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરવહીવટ ચલાવી લેવામાં આવશે નહીં તેવી કડક તાકીદ પણ કરવામાં આવી છે. હરેશ મકવાણાએ જાહેર સેવાઓને વધુ અસરકારક બનાવવા અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. અધિકારીઓને નાગરિક સુવિધાઓમાં સુધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કામગીરીને વેગ આપવા જણાવ્યું છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…