ચોટીલા ખાતે આયોજિત સુપ્રસિદ્ધ ડુંગર પરિક્રમામાં આજે શ્રદ્ધા અને અવ્યવસ્થાના દ્રશ્યો એકસાથે જોવા મળ્યા હતા. 22 માર્ચ 2026 ના રોજ યોજાયેલી આ છઠ્ઠી પરિક્રમામાં 1.5 લાખથી વધુ ભક્તો ઉમટી પડ્યા હતા. જોકે, આયોજનમાં ક્ષતિ અને પાર્કિંગની અપૂરતી વ્યવસ્થાને કારણે રાજકોટ-અમદાવાદ હાઈવે પર અંદાજે 3 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. આ ટ્રાફિકમાં એસ.ટી. બસો, ખાનગી વાહનો અને ઇમરજન્સી સેવાઓ ફસાતા મુસાફરો અને નાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
પરિક્રમાના પ્રારંભ પૂર્વે નવગ્રહ મંદિર ખાતે ભવ્ય ધર્મસભાનું આયોજન કરાયું હતું. જેમાં મહેન્દ્રનંદગીરીજી, આત્માનંદ સરસ્વતીજી અને ચોટીલા મંદિરના મહંતો સહિત અનેક સાધુ-સંતોએ હાજરી આપી હિન્દુ સંગઠનનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે લોક કલાકારો હકાભા ગઢવી અને દેવ પગલી પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિક્રમાર્થીઓ માટે શ્રી રામકૃપા અન્નક્ષેત્ર દ્વારા 30 હજારથી વધુ લોકો માટે ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.
ભારે ભીડની પૂર્વધારણા હોવા છતાં પોલીસ અને સ્વયંસેવકો વચ્ચે સંકલનના અભાવે હાઈવે પર સ્થિતિ વણસી હતી. સ્થાનિકો અને મુસાફરોમાં આયોજકોની બેદરકારી સામે રોષ જોવા મળ્યો હતો. બપોર સુધીમાં 1 લાખથી વધુ લોકોએ પરિક્રમા પૂર્ણ કરી હતી. તંત્ર દ્વારા હાલ ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ભવિષ્યમાં આવા મોટા આયોજનો માટે વધુ સુદ્રઢ આયોજનની માંગ ઉઠી છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…