Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં લાંચિયા પોલીસકર્મી પર કાર્યવાહી.

પૂછપરછ બાદ અને તપાસોમાં રૂપિયા પડાવ્યા હોવાનું કૌભાંડ ખુલવાની શક્યતાઓ..

ધાંગધ્રા પોલીસ મથક માં ફરજ બજાવતા પોલીસ કર્મચારી માંગીલાલ ACBની લપેટમાં..

કોર્ટ કેસમાં મદદ માટે 30 હજાર ની લાંચ માંગી હતી..

ACBએ છટકું ગોઠવી રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડયો..

ઝડપાયેલા પોલીસ કર્મચારીને સુરેન્દ્રનગર ઓફિસ ખાતે લાવી અને વધુ પૂછપરછ શરૂ કરાઈ..

અનેક તપાસોમાં રૂપિયા પડાવ્યા હોવાનું રેકેટ બહાર આવે તેવી શંકા..

એસીબીના અધિકારીઓએ સુરેન્દ્રનગર લાવી અને ઝડપાયેલા પોલીસ કર્મચારીની પૂછપરછ શરૂ કરી..

સુરેન્દ્રનગરના ધાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રંગે હાથે લાંચ લેતા ઝડપાયો છે આ મામલે હવે સુરેન્દ્રનગર એસીબી વિભાગની ટીમ દ્વારા વધુ તે જ તપાસ શરૂ કરવામાં આવી છે 30000 રૂપિયાની માંગીલાલ કાળુભાઈ પઢીયાર નામના પોલીસ કોન્સ્ટેબલ દ્વારા લાંચ માંગવામાં આવી હતી બળાત્કારના ગુનામાં કોર્ટમાં મદદ કરવાની લાલચ આપી અને 30,000 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી અને ધાંગધ્રા નજીક 30000 ની લાંચ લેતા માંગીલાલ નામનો પોલીસ કર્મચારી રંગે હાથે ઝડપાયો છે..

ફરીયાદીના દિકરા વિરુદ્ધ દાખલ થયેલ પોકસો અને બળાત્કારનાં ગુન્હામાં પકડાયેલ ત્યારે આ કામના આરોપીએ મદદ કરી છે અને કેસ ચાલે ત્યારે પણ આરોપી મદદ કરશે જે મદદના બહાને આરોપીએ ફરીયાદી પાસેથી રૂા.૩૦,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ.જે ગેરકાયદેસર લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય, ફરીયાદીએ સુરેન્દ્રનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ જાહેર કરતા ફરિયાદીશ્રીની ફરિયાદ આધારે આજરોજ ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી આ ગેરકાયદેસર લાંચની રકમ રૂા ૩૦,૦૦૦/- સ્વીકારી સ્થળ ઉપરથી પકડાઇ જઇ, આરોપીએ પોતાનાં રાજયસેવક તરીકેના હોદાનો દુરૂપયોગ કરી ગુન્હો કર્યો છે..

સુરેન્દ્રનગર પોલીસ ઈન્સ્પેક્ટર અને ટ્રેપીંગ અધિકારી એમ.એમ લાલીવાલા દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઝડપાયેલા પોલીસ કર્મચારી દ્વારા અગાઉ પણ અનેક વખત આ પ્રકારનું કૃત્ય કરવામાં આવ્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે તે દિશામાં પણ હવે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે..

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago