Acid Attack On Cattle | સુરેન્દ્રનગર જિલ્લામાં ગૌવંશ પર અમાનવીય હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળી તાલુકાના વડધરા ચોકડી નજીક અજાણ્યા તત્વો દ્વારા ગૌવંશ પર એસિડ છાંટવામાં આવતા ગંભીર રીતે દાઝી જવાથી ઇજાઓ પહોંચી છે.
આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક યુવકો અને ગામના આગેવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તાત્કાલિક ધોરણે પશુ ચિકિત્સકોની ટીમ બોલાવીને ઈજાગ્રસ્ત ગૌવંશની સારવાર શરૂ કરવામાં આવી છે.
આ ક્રૂર કૃત્યને કારણે જીવદયાપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધીને એસિડ એટેક કરનાર અસામાજિક તત્વોની શોધખોળ અને તપાસ હાથ ધરી છે.
સ્થાનિકોએ આ પ્રકારના હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની ઉગ્ર માંગ કરી છે.
