Categories: Surendranagar

સુરેન્દ્રનગરના નિવૃત આર્મીમેન યુવકે રેલવેની નોકરી છોડી ખેતી શરૂ કરી અને 45 લાખની રેકોર્ડ આવક કરી

કપાસ મગફળી જરૂ વરિયાળીની પરંપરાગતગત ખેતી છોડી યુવકે દાડમનું 16 વીઘા જમીન પર કર્યું સફળ વાવેતર..

વઢવાણ ગામની સીમમાં કે જ્યાં બાગાયત પાકનું વાવેતર ખૂબ કઠિન છે તેવી જમીન પર દાડમનું સફળ વાવેતર કર્યું..

યુવક દાડમ બેગ્લોર પંજાબ સહિતના રાજ્યમાં કરે છે નિકાસ..

ચાલુ વર્ષે માવઠાનો માર છતાં પણ 45 લાખના દાડમની ઉપજ મેળવામાં આવી..

સુરેન્દ્રનગરના વઢવાણના બાકરથડી ગામના ખેડૂત દ્વારા પરંપરાગત ખેતી છોડી અને બાગાયત ખેતી તરફ હાથ અજમાવવામાં આવ્યો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાના બાકરથળી ગામે વસવાટ કરતા રાજુભાઈ રોજાસરા પોતે આર્મીમેન તરીકે ફરજ બજાવતા હતા પરંતુ ત્યારબાદ નિવૃત્ત થયા પછી તેમને રેલ્વે વિભાગમાં નોકરી લાગી હતી પરંતુ તે નોકરીમાં બે મહિના જેટલો સમય વિતાવ્યા બાદ તેમના દ્વારા નોકરીમાંથી રાજીનામું આપી દેવામાં આવ્યું હતું અને પોતાના ગામમાં આવેલી જમીન ઉપર ખેતી કરવાનું વિચારવામાં આવ્યું હતું.

રાજુભાઈ રોજાસરા દ્વારા પ્રથમ તબક્કામાં નાસિક થી દાડમના રોપા લાવી અને ત્યારબાદ પોતાની જમીન ઉપર દાડમના રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું અને કપાસ મગફળી જીરું વરિયાળી ઇસબગુલ શાકભાજી સહિતની પરંપરાગત ખેતી છોડી અને ત્યારબાદ રાજુભાઈ રોજાસરા દ્વારા બાગાયત ખેતી તરફ પ્રથમ વખત હાથ અજમાવવામાં આવ્યો હતો વઢવાણ તાલુકામાં બાગાયત પાક ઘણો ઓછો થાય છે અને બાગાયત ખેતી કરવી વઢવાણ તાલુકાની જમીન ઉપર કપરી પરિસ્થિતિ છે.

તે છતાં પણ રાજુભાઈ રોજાસરા નામના ખેડૂત દ્વારા હાથ અજમાવી અને સતત પાંચ વર્ષ સુધી મહેનત કર્યા બાદ દાડમના પાકનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે અને સફળતા મેળવવામાં આવી છે દાડમના પાકમાં વાવેતર પછી ત્રીજા વર્ષે ફાળ આવે છે ત્યારે રાજુભાઈ પ્રથમ વર્ષે 11 લાખ રૂપિયાના દાડમ વેચ્યા હતા ત્યારબાદ 17 લાખ રૂપિયાના દાડમની આવક કરી હતી અને ચાલુ વર્ષે માવઠા અને માર વચ્ચે પણ અંદાજિત 45 લાખ રૂપિયા ના દાડમની ઉપજ આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.

સરકારી નોકરી છોડી અને ખેતી બચાવો માટે રાજુભાઈ મહેનતે લાગ્યા હતા અને તેમને સફળતા પણ મળી છે ત્યારે તેમના બાગાયત પાકમાં દાડમનું વાવેતર કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાત ભરના ખેડૂતો તેમના દાડમની ખેતી જોવા માટે તેમના નાના એવા ગામમાં આવે છે અને તેમની પદ્ધતિ જોઈ અને પ્રેરણા મેળવી અને નાસિકથી રોપા લાવી અને ત્યારબાદ અન્ય જિલ્લાઓમાં પણ દાડમની બાગાયત ખેતી શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સરકારી નોકરી છોડી અને લાખો રૂપિયાની કમાણી ખેતી માંથી સુરેન્દ્રનગર જિલ્લાનો યુવક કરી રહ્યો છે..

jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

8 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago