ચોટીલા પ્રાંત અધિકારીએ સમગ્ર રેકેટ ઝડપી લીધું..
11.40 લાખનો મુદામાલ પણ જપ્ત કરી કાર્યવાહી કરવામાં આવી..
નાયબ કલેકટર ચોટીલા એચ.ટી.મકવાણા દ્વારા ચોટીલામાં આવેલ પ્રાઇમ લોકેશન ઉ૫ર દબાણ આઇડેન્ટીફાય કરતા ચોટીલામાં આવેલ સરકારી હોસ્પીટલની સામેની સાઇડ `કોકા કોલા ક્રિસ્ટલ બેવરેજ ગોડાઉન` સરકારી જમીનમાં શંકાસ્પદ લાગતા સ્થળ ઉ૫ર મામલતદાર ચોટીલા અને સર્કલ ઓફીસ ચોટીલાને રેકર્ડ સાથે બોલાવી ખાત્રી કરતા, આ જમીન સરકારી જમીન છે, અને તે જમીનમાં `તદન ગેરકાયદેસર રીતે ૨૫૦૦ ચો.મી. વાળી જમીનમાં દબાણ કરી ૫૦૦ ચો.મી. વાળી જમીનમાં પાકુ બાંઘકામ કરી ઠંઠાપીણાનું ગોડાઉન બનાવવામાં આવેલ હતુ,` બાકીની જમીનમાં ગાયનો તબેલો તેમજ અન્ય હેતુ માટે ઉ૫યોગ કરવામાં આવતો હતો.

આ ઠંઠાપીણાના ગોડાઉન ચલાવનાર રોહનભાઇ દર્શકભાઇ આચાર્ય રહે. સુરેન્દ્રનગર વાળા ને પુછતા આ સરકારી જમીનમાં અનઅઘિકૃત રીતે દબાણ `ચોટીલા વન વિભાગના કર્મચારી ભરતભાઇ બાવકુભાઇ ખાચર ( ફોરેસ્ટર)` દ્વારા કરવામાં આવેલ છે, અને આ જમીનનો ભાડા કરાર રૂ.૫૦૦૦/- છે અને ભરતભાઇ બાવકુભાઇ ખાચર દ્વારા `દર મહિને રૂ.૧૨૦૦૦/- વસુલ કરવામાં આવે છે.`
`આ તદન ગેરકાયદેસર ગોડાઉનમાં રાખવામાં આવેલ મુદ્દામાલની વિગત :`
૪૨૦૦૦ કીટલી પાણીની બોટલો
૬૦૦૦ અલગ અલગ કં૫નીની ઠંઠાપીણાની બોટલો
કુલ ૪૮૦૦૦ બોટલો
ઉકત બોટલો મળી `કુલ રૂ.૧૧,૪૦,૦૦૦/- ( અંકે રૂપિયા અગીયાર લાખ ચાલીસ હજાર પુરા)` નો મુદ્દામાલ જપ્ત કરી સદરહુ ગેરકાયદેસર ગોડાઉનને સીલ મારવામાં આવ્યુ.

આમ, વન વિભાગના કર્મચારી દ્વારા સરકારી જમીનમાં ગેરકાયદેસર દબાણ કરી અનધિકૃત સરકારી જમીનનો ઉપયોગ કરી નફો મેળવતા હોય તેથી તે ઇસમ સામે લેન્ડ રેવન્યુ કોડની કલમ ૬૧ મુજબ વિઘીવત રીતે દબાણ દુર કરવા અંગેની કાર્યવાહી તેમજ લેન્ડ ગ્રેબિંગની હેઠળની કાર્યવાહી તેમજ સરકારી જમીનમાં દબાણ કરી, ખોદકામ કરેલ હોવાથી વસુલાત અંગેની કાર્યવાહી હાથ ઘરવા મામલતદાર ચોટીલાને સુચના આ૫વામાં આવી.