Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

થાનગઢઃ નળખંભા ગામે ગેરકાયદેસર ખનીજ ચોરી ઉપર પ્રાંત અધિકારીના દરોડા

jeet 12 December 2025
Untitled design_20251212_100219_0000

ચાર કુવાઓ ઝડપી પાડી અને 16.71 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો..

સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ રીતે ખનીજ ચોરી ચાલી રહી છે પરંતુ તેના ઉપર લગામ લગાવવા માટે પ્રાંત અધિકારી અને પોલીસ વિભાગની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના નળખંભા ગામેગેરકાયદેસર ચાલતી કાર્બોસેલની ખાણો ઉપર દરોડાપાડવામાં આવ્યા છે અને આ સંદર્ભે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાંત અધિકારીની ટીમ દ્વારા દરોડા પાડી અને ચાર જેટલા ગેરકાયદેસર કાર્બોસેલના કુવા ઝડપી પાડવામાં આવ્યા છે

Join Our WhatsApp Group

નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી. મકવાણા નાઓએ અને તેમની ટીમ દ્વારા થાનગઢ તાલુકાના `નળખંભા ગામના સર્વે નંબર ૧૦૪, ૧૫૧ વાળી જમીનમાં` આકસ્મિક તપાસણી કરતા તદન ગેરકાયદેસર કોલસાના `૪ (ચાર) કુવાઓ` ઉ૫ર કોલસાનું ખનન,સંગ્રહ, વહન, વેચાણ કરવામાં આવતુ હોવાનું ઘ્યાને આવતા નીચે મુજબ ના વાહનો ઝડપી પાડવામાં આવીયા છે.

અને (૧) ૨ (બે) ટ્રેકટર (૨) ૧ (એક) જનરેટર મશીન (૩) ૨ (બે) કંમ્પ્રેસર મશીન (૪) ૧ (એક) બાઇક (૫) ૩૦ નંગ નાઇટીંગ સુપર પાવર વિસ્ફોટક (૬) ૫૦૦ મીટર ઇલેકટ્રીક વાયર (૭) ૩૦૦ મીટર ઇલેકટ્રીક કેબલ (૮) ૩ (ત્રણ) ચરખી મળી કુલ રૂ.૧૬,૭૧,૦૦૦/- ( અંકે રૂપિયા સોળ લાખ એકોતેર હજાર પૂરા ) નો મુદ્દામાલ જપ્ત કરી મામલતદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો છે..

આ સ્થળ ઉ૫ર હરેશભાઇ લઘાભાઇ બારૈયા, જગાભાઇ કાળુભાઇ બાવળીયા, તેજાભાઇ સવશીભાઇ નાઓ દ્વારા સદર કોલસાના કુવાઓ ખોદવામાં આવતા હતા તે તમામ ઇસમો તેમજ વાહન માલીકો સામે કાર્યવાહી તેમજ લેન્ડગ્રેબિંગ અને તડીપારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામે વધુ તપાસ ચાલુ છે જે જે વ્યક્તિઓના નામો સામે આવશે તેઓની વિરુદ્ધ ઉકત કાયદા મુજબ નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું ચોટીલા પ્રાંત અધિકારી હરેશ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે

ખનીજ ચોરી પર દરોડા બાદ વઘુમાં નળખંભા ગામના સરપંચ અને તલાટી ક્રમ મંત્રી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે..

સ્થળ ઉ૫ર ગેરકાયદેસર કોલસાનું ખનન કરનાર ઇસમોની વિગત –

(૧) ઘીરુભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૨) રામાભાઇ તેજાભાઇ કોળી રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૩) વિહાભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૪) ગભરુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૫) મનુભાઇ જગાભાઇ ઘીયડ રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૬) દિપભાઇ શનીભાઇ દરબાર રહે. ખાખરાથળ તાલકો : થાનગઢ

(૭) હરેશભાઇ લઘાભાઇ બારૈયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

(૮) જગાભાઇ કાળુભાઇ બાવળીયા રહે. નાળીયરી રાણીપાટ તાલુકો : મુળી

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર ના રતનપર વિસ્તારમાં હડકાયા શ્વાનનો આંતક..
Next: સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

Related News

TH N

થાનના ચોરવીરામાં વન્યજીવ સાંઢાનો શિકાર કરતો શખ્સ ઝડપાયો: 2.32 લાખનો મુદ્દામાલ જપ્ત

User 3 8 May 2026
THAN N

થાનના દેવપરામાં ખાણના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત: 12 કલાકમાં બીજી ઘટના

User 3 8 May 2026
Surendranagar Update New Logo

થાન કોર્ટનો મહત્વનો ચુકાદો: હદપારીના હુકમનો ભંગ કરનાર આરોપીને 1 વર્ષની કેદની સજા

user 2 5 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add