Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કોંગ્રેસની ખેડૂત આક્રોશ યાત્રા સુરેન્દ્રનગર પહોંચી

jeet 11 November 2025
Untitled design_20251111_073521_0000

મૂળી થાન વિસ્તારોના ગામડાઓમાં ખેડૂતો વચ્ચે પહોંચ્યા નેતાઓ..

સુરેન્દ્રનગરના થાનમાં ખેડૂતોના દેવા માફીની માંગ સાથે કૉંગ્રેસની બાઇક રેલી પણ યોજવામાં આવી..

Join Our WhatsApp Group

સમગ્ર ગુજરાત રાજ્યમાં માવઠાના કારણે ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે અને માવઠાના પગલે સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કારણ કે ખેડૂતોને જે સમયે પાકનું ઉત્પાદન આવવાનું હતું તે સમયે જ માવઠું થયું છે અને વરસાદ થયો છે જેને લઇને હાલની પરિસ્થિતિમાં કપાસ મગફળી જેવા પાકનો સોથ વળી ગયો છે સરકાર દ્વારા 10000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે પરંતુ તેનાથી ખેડૂતો પણ અસંતોષ અનુભવી રહ્યા છે અને વિરોધ પક્ષ પણ સરકારનો ઘેરાવ કરી રહી છે.

આ સંદર્ભે કોંગ્રેસ દ્વારા સોમનાથ થી લઇ દ્વારકા સુધી આક્રોશ યાત્રાનું આયોજન કર્યું છે ત્યારે સુરેન્દ્રનગર ખાતે આ આક્રોશ યાત્રા આવી પહોંચી છે જેમાં અમી યાજ્ઞિક ઋત્વિક મકવાણા લાલજી દેસાઈ નવસાદ સોલંકી જીગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ આક્રોશ યાત્રામાં જોડાયા છે ખેડૂતોની વચ્ચે જઈ અને તેમના પ્રશ્નો પણ સાંભળવામાં આવ્યા છે ખાસ કરીને ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને વિદેશથી આયાત થતા કપાસ ઉપર રોક લગાવવામાં આવે અને સમયસર બિયારણ ખાતર અને નર્મદાનું પાણી આપવાની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે..

મૂકી થી થાન જ્યારે આ રેલી પહોંચી હતી તે દરમિયાન ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને થાનમાં પ્રવેશ મેળવ્યા બાદ બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને ખેડૂતો આ બાઈક રેલીમાં જોડાયા હતા 50થી વધુ ટ્રેક્ટર ઓ પણ આ યાત્રામાં જોડાયા છે ત્યારે સોમનાથ થી લઈ દ્વારકા સુધી આ યાત્રા જઈ રહી છે ત્યારે રસ્તામાં ખેતી કામ કરતા ખેડૂતોની મુલાકાતે પણ કોંગ્રેસના નેતાઓ જઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સરકાર દ્વારા નિર્ણય કરી ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસના નેતાઓએ પણ કરી છે અને આ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો યાત્રાનો પાઠ બે પણ શરૂ કરવામાં આવશે તેવી ચીમકી કોંગ્રેસના નેતાઓએ ઉચ્ચારી છે હાલની પરિસ્થિતિમાં થાન થી લઇ વાંકાનેર આ યાત્રા પહોંચી જશે ત્યારબાદ દ્વારકા તરફ આ યાત્રા આગળ વધવાની છે અલગ અલગ દિવસે કોંગ્રેસના અલગ અલગ નેતાઓ પણ આ યાત્રામાં જોડાવાના છે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર નવા સર્કિટ હાઉસમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા કોન્ફરન્સ યોજાઈ
Next: તળપદા કોળી સમાજ દ્વારા દાંડીયારાસ, સ્નેહમિલન અને સિનિયર સમાજ સેવકોના સન્માનનો ભવ્ય ‘ત્રિવિધ’ કાર્યક્રમ યોજાયા

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add