Sayla Lok Mela | સાયલા (Sayla) શહેરના લાલજી મહારાજ મંદિર (Lalji Maharaj Temple) પાસે આવેલા મેળાના મેદાનમાં જન્માષ્ટમી (Janmashtami) પર્વે સાતમ-આઠમનો તાલુકાનો સૌથી મોટો 2 દિવસીય લોકમેળો (Lok Mela) યોજાશે.
આ પવિત્ર પર્વે મંદિરમાં મોટી સંખ્યામાં કૃષ્ણભક્તો અને ગ્રામ્ય વિસ્તારના ભાવિકો દર્શન માટે ઉમટી પડશે. મેળામાં અંદાજે 30,000થી વધુ લોકો ભાગ લે તેવી સંભાવના છે.
સાયલા (Sayla) ગ્રામ પંચાયત દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. વેપારીઓ માટે 160થી વધુ સ્ટોલનું (Stalls) વિતરણ કરાયું છે.
લોકોની સુરક્ષા માટે 30થી વધુ CCTV કેમેરા અને 15થી વધુ ખાનગી સિક્યુરિટી (Security) ગાર્ડ ગોઠવવામાં આવ્યા છે. જ્યારે બાળકો અને ભીડની સલામતી ધ્યાને રાખીને ચગડોળ સહિતની રાઈડ્સનું આયોજન લાલબાપાની ગૌશાળા પરિસરમાં કરાયું છે.
