Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

surendranagarupdate1@gmail.com 1 September 2026
Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ‘પોષણ ઉત્સવ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

બાળવિકાસ અને નારી સશક્તિકરણના ઉદ્દેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં THR (ટેક હોમ રાશન) તેમજ વિવિધ મિલેટ્સમાંથી બનતી પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓનું ખાસ નિદર્શન તથા વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી.

Join Our WhatsApp Group

આ આયોજનનો મુખ્ય હેતુ આંગણવાડીના લાભાર્થીઓ, સગર્ભા, ધાત્રી માતાઓ અને વાલીઓમાં પોષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તેમજ દૈનિક આહારમાં પૌષ્ટિક ધાન્યનો ઉપયોગ વધારવાનો હતો.

આ કાર્યક્રમમાં વઢવાણ ઘટક-2 ના બાળ વિકાસ યોજના અધિકારી જીજ્ઞાસાબેન વાઘેલા, ન્યુટ્રીશન આસિસ્ટન્ટ તેજલબેન તેમજ ICDS વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આંગણવાડી વર્કરો અને હેલ્પરો દ્વારા બાજરી, જુવાર, રાગી જેવા મિલેટ્સ તથા THR ના લોટનો ઉપયોગ કરીને વિવિધ વાનગીઓ બનાવીને મનમોહક રીતે રજૂ કરવામાં આવી હતી.

વાનગી સ્પર્ધામાં વાનગીનું પોષણમૂલ્ય, સ્વચ્છતા, સ્વાદ અને પ્રેઝન્ટેશનના આધારે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.

અધિકારીઓ અને ન્યુટ્રીશન આસિસ્ટન્ટ દ્વારા મિલેટ્સના સેવનથી થતા શારીરિક લાભો અને સુપોષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

સાથોસાથ, બાળકોને ઘરે પણ THR માંથી સરળતાથી પોષણયુક્ત ખોરાક બનાવી આપવા અંગે જરૂરી પ્રોત્સાહન અને તાલીમ આપવામાં આવી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Poshan Utsav Wadhwan

Post navigation

Previous: સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ
Next: સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

Related News

Rampara Wadhwan gambling raid Joravarnagar police arrest five people

વઢવાણના રામપરા ગામની સીમમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

surendranagarupdate1@gmail.com 1 September 2026
Gambling Raid

વઢવાણ શહેરમાંથી 2 અને ખજેલી ગામમાંથી 6 શખ્સ જુગાર રમતાં ઝડપાયા

surendranagarupdate1@gmail.com 25 August 2026
Limbdi Rajkot Highway Dumper Trailer Accident Spot Near Vastadi Bridge

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, એકને ઇજા

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add