સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ રેન્જ આઈજીની ટીમે મોટી સફળતા મેળવી છે.
વઢવાણની શિયાણીની પોળ વિસ્તારમાં રહેતા આરોપી સૈફ રફીક વળદરિયાને પોલીસે રિવરફ્રન્ટ પરથી ઝડપી પાડ્યો છે.
વર્ષ 2025માં આ અંગે સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. આરોપી શહેરના યુવકોના બેન્ક ખાતાની વિગતો મેળવીને ઓનલાઈન છેતરપિંડીના કરોડોના નાણાં તે ખાતાઓમાં જમા કરાવવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યો હતો.
સુરેન્દ્રનગર સીટી પોલીસ અને LCB ટીમ લાંબા સમયથી આરોપીને પકડવામાં નિષ્ફળ રહી હતી. સ્થાનિક પોલીસ અને સાઈબર ક્રાઈમની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે રાજકોટ રેન્જની ટીમે દરોડો પાડી આખરે ફરાર આરોપીને દબોચી લીધો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
