Fruit Price Hike | પવિત્ર શ્રાવણ માસની શરૂઆત સાથે જ સુરેન્દ્રનગરની બજારોમાં ફળોના ભાવમાં આસમાને પહોંચી ગયા છે. શ્રાવણી ઉપવાસ અને શહેરમાં વકરેલા રોગચાળાના કારણે ફ્રૂટની માંગમાં ભારે ઉછાળો આવ્યો છે.
બીજી તરફ આવક ઘટી જતાં ફળોના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેના કારણે ગ્રાહકો અને ઉપવાસીઓનું બજેટ ખોરવાઈ ગયું છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, ઉપરથી પૂરતા પ્રમાણમાં સ્ટોક આવી રહ્યો નથી. બીજી તરફ શ્રાવણ મહિનાના ઉપવાસ અને બીમારીના કારણે ડોક્ટરો દ્વારા ફળો ખાવાની સલાહ અપાતી હોવાથી માંગ બમણી થઈ છે.
બજારમાં પ્રભુ પોચા, પપૈયા, ડ્રેગન ફ્રૂટ, આલુચા, સંતરા, કેળા, મોસંબી અને ન્યૂઝીલેન્ડના સફરજનની આવક થઈ રહી છે. પરંતુ સફરજન રૂ. 300 પ્રતિ કિલો વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે. મોંઘવારીના કારણે સામાન્ય જનતા માટે ફ્રૂટ ખરીદવું મુશ્કેલ બન્યું છે.
|
ફળ |
પહેલાના ભાવ | નવા ભાવ |
| બબુપોચા | ૬૦ | ૧૫૦ |
| પપૈયું | ૩૦ | ૦૮૦ |
| ડ્રેગન ફ્રૂટ | ૭૦ | ૧૫૦ |
| આલુચા | ૮૦ | ૨૦૦ |
| સંતરા | ૧૪૦ | ૩૦૦ |
| કેળા | ૩૦ | ૦૬૦ |
| મોસંબી | ૬૦ | ૧૦૦ |
| સફરજન | ૧૦૦ |
૩૦૦ |
