Gambling Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે શહેરી વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ દરમિયાન જુગારધામ પર દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. શહેરના મેળાના મેદાન સામે આવેલા સોમનાથ કોમ્પ્લેક્ષના ઉપરના માળે ધાબા પર ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન પોલીસે સ્થળ પરથી જુગાર રમતા 6 શખ્સોને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળેથી રોકડા રૂપિયા 11,500, રૂપિયા 46,000ની કિંમતના 7 મોબાઇલ ફોન અને રૂપિયા 1,00,000ની કિંમતના 2 બાઇક જપ્ત કર્યા છે. આમ, પોલીસે કુલ રૂપિયા 1,57,500નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ મામલે એ-ડિવિઝન પોલીસ મથકે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
પકડાયેલા આરોપીઓ
(1) રવિરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા, રહે. રામ સોસાયટી
(૨) ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, રહે. ધર્મયુગ સોસાયટી
(3) ચંદ્રસિંહ બાબભા ગોહિલ, રહે.રાજ રાજેશ્વરી સોસાયટી
(૪) મુકંદરભાઈ નૂરાભાઈ સિપાઈ, રહે.પાંચ હનુમાન મંદિર પાસે
(5) યોગીરાજસિંહ ગુલાબસિંહ ઝાલા, રહે. ખાટડી, તા. મુળી
(૬) વિશ્વરાજસિંહ જયવિજયસિંહ વાઘેલા, રહે.ગાયત્રી સોસાયટી
