Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં ટ્રાફિક બ્રિગેડની 28 જગ્યાઓ માટે ભરતી, ધો.9 પાસ ઉમેદવારો અરજી કરી શકશે

surendranagarupdate1@gmail.com 20 August 2026
traffic brigade bharti

૧૮ થી ૩૦ વર્ષની વયમર્યાદા ધરાવતા ધોરણ ૯ પાસ પુરુષ-મહિલા ઉમેદવારો કુલ ૨૮ જગ્યાઓ માટે અરજીઓ કરી શકશે ૧૯ ઓગસ્ટથી ૨૮ ઓગસ્ટ સુધી સ્થાનિક પોલીસ સ્ટેશનો પરથી ફોર્મ ઉપલબ્ધ થશે દૈનિક રૂ. ૪૫૦/- નું માનદ વેતન; NCC, NSS, RSP અને આર્મી/પોલીસ ઈન્ટરવ્યુ પાસ ઉમેદવારોને મળશે વિશેષ અગ્રતા

Traffic Brigade Bharti | ઝાલાવાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ, ટ્રસ્ટ દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડમાં માનદ સેવા આપવા ઈચ્છતા ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Join Our WhatsApp Group

આ અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના મહાનગરપાલિકા તથા નગરપાલિકા વિસ્તારોમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે કુલ ૨૮ માનદ સેવકોની ભરતી કરવામાં આવશે. આ ભરતી પુરુષ તથા મહિલા ઉમેદવારો માટે આગામી સમયમાં યોજાનાર છે.

જિલ્લાના વિવિધ વિસ્તારો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૭, લીંબડી નગરપાલિકા વિસ્તારમાં ૦૨, ચોટીલા નગરપાલિકા વિસ્તારમાં ૦૭ અને પાટડી નગરપાલિકા વિસ્તારમાં ૦૨ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.

ભરતી માટે ઉમેદવારની ઉંમર ૧૮ થી ૩૦ વર્ષ વચ્ચે હોવી જરૂરી છે તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ ૯ પાસ હોવી આવશ્યક છે. શારીરિક માપદંડમાં પુરુષ ઉમેદવાર માટે ઓછામાં ઓછી ૫ ફૂટ ૬ ઈંચ અને મહિલા ઉમેદવાર માટે ૫ ફૂટ ઊંચાઈ નક્કી કરવામાં આવી છે.

ઉમેદવાર સુરેન્દ્રનગર જિલ્લાનો રહેવાસી, શારીરિક રીતે સક્ષમ તથા કોઈ ગુનાહિત ઈતિહાસ કે ગુનો નોંધાયેલ ન હોય તેવો હોવો જોઈએ.

ઈચ્છુક ઉમેદવારોએ નિયત ફોર્મ મેળવીને સ્વ-હસ્તાક્ષરમાં ભરીને પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો, રહેઠાણના પુરાવા (આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિજળી બિલ), ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા તથા ગુનો નોંધાયેલ નથી તે અંગેના પ્રમાણપત્ર સાથે રજૂ કરવાનું રહેશે.

પસંદગી પ્રક્રિયા દરમિયાન NCC, NSS, RSP ની પ્રવૃત્તિ કરેલ હોય અથવા આર્મી/પોલીસ ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ પાસ કરેલ ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારોને માનદ સેવા પેટે પ્રતિ દિવસ રૂ. ૪૫૦/- માનદ વેતન ચૂકવવામાં આવશે.

રસ ધરાવતા ઉમેદવારો તા. ૨૮-૦૮-૨૦૨૬ સુધીમાં સવારે ૧૦:૦૦ થી બપોરે ૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૬:૦૦ કલાક દરમિયાન નિયત અરજી ફોર્મ મેળવી શકશે.

ફોર્મ મેળવવા તથા જમા કરાવવા માટે (૧) ટ્રાફિક પોલીસ સ્ટેશન – સુરેન્દ્રનગર રામ ભોજનાલય સામે, બસ સ્ટેન્ડ રોડ, (૨) લીંબડી પોલીસ સ્ટેશન, (૩) ચોટીલા પોલીસ સ્ટેશન અને (૪) પાટડી પોલીસ સ્ટેશન નક્કી કરવામાં આવ્યા છે.

ઉમેદવારોએ સ્વ-હસ્તાક્ષરમાં ભરેલું ફોર્મ જરૂરી પ્રમાણપત્રોની સ્વ-પ્રમાણિત નકલો (આધાર કાર્ડ, રાશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિજળી બીલ/રહેઠાણનો પુરાવો), ૨ પાસપોર્ટ સાઈઝના ફોટા અને ગુનાહિત રેકોર્ડ ન હોવાના પ્રમાણપત્ર સાથે તા. ૨૮-૦૮-૨૦૨૬ ના સાંજે ૫:૦૦ કલાક સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશને જમા કરાવવાનું રહેશે.

અરજી કરનાર તમામ ઉમેદવારોની ભરતી પ્રક્રિયા શારીરિક કસોટી/ઈન્ટરવ્યુ તા. ૩૧-૦૮-૨૦૨૬ ના રોજ સવારે ૬:૦૦ વાગ્યે “જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડ, જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી સામે, સુરેન્દ્રનગર” ખાતે યોજાશે, તેમ વધુ યાદીમાં જણાવાયું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલને મળ્યા 8 નવા મેડિકલ ઓફિસર, દર્દીઓની હાલાકીનો અંત આવશે
Next: ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add