Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

surendranagarupdate1@gmail.com 16 August 2026
chotila-independence-day-darshanaben-vaghela-hands-over-land-rights-to-10-families

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા (Chotila) ખાતે આવેલા ઝવેરચંદ મેઘાણી કોલેજ પરિસરમાં ૧૫મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની (Independence Day) પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.

આ રાષ્ટ્રીય પર્વ માત્ર ધ્વજવંદન પૂરતું સીમિત ન રહેતાં ગરીબ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ પૂરનારું બની રહ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના (Darshanaben Vaghela) વરદ હસ્તે તાલુકાના 10 જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને સાંથણીની જમીનના અધિકારપત્રો અર્પણ કરવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

ચોટીલા તાલુકાના મોણપર, આણંદપુર અને પરબડી ગામના પછાતવર્ગના 6 અને અનુસૂચિત જાતિના 4 પરિવારોને વર્ષો અગાઉ જમીન ફાળવવામાં આવી હોવા છતાં તેનો વાસ્તવિક કબજો મળ્યો નહોતો.

વહીવટી તંત્રે અત્યંત સંવેદનશીલતા દાખવી જમીનની યોગ્ય માપણી કરાવીને પ્રત્યેક પરિવારને 2 acre જમીનનો પ્રત્યક્ષ સોંપણી પત્ર આપી વર્ષોના ઈંતેજારનો અંત આણ્યો હતો.

જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકી અને ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાના સઘન પ્રયાસોથી હકની જમીનનો કબજો મળતાં જ લાભાર્થી પરિવારોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેમણે તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં વધુ 221 ગરીબ પરિવારોને પણ જમીનનો કબજો સોંપવાની પ્રક્રિયા ઝડપથી આગળ ધપાવવામાં આવી રહી છે.

આ પગલાથી ગ્રામીણ વિસ્તારના પછાત પરિવારો માટે આર્થિક આઝાદી અને સ્વાદવલંબનનો નવો સૂર્યોદય થયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Chotila Deputy Collector (ચોટીલા નાયબ કલેક્ટર) H. T. Makwana (એચ. ટી. મકવાણા) Surendranagar Collector (સુરેન્દ્રનગર કલેકટર)

Post navigation

Previous: ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી
Next: રાજ્યમાં નવા 10,735 કતલખાના મંજૂર કરવાના નિર્ણય સામે સુરેન્દ્રનગરમાં ઉગ્ર વિરોધ

Related News

Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
chotila deputy Collector H. T. Makwana Transferred From Chotila To Mahisagar

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

surendranagarupdate1@gmail.com 16 August 2026
chotila-police-and-gaurakshak-rescue-cattle

ચોટીલામાં કતલખાને લઈ જવાતા 11 પશુઓને ગૌરક્ષકો-પોલીસે બચાવ્યા

surendranagarupdate1@gmail.com 12 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add