સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ચોટીલા હાઇવે (Chotila Highway) પર આવેલ આણંદપુર ચોકડી પાસેથી છેલ્લા 8 વર્ષથી નાસતા ફરતા પ્રોહિબિશનના આરોપી વનરાજ કાઠીને રાજકોટ રેન્જ (Rajkot Range) IG નિરલિપ્ત રાયની ટીમે ઝડપી પાડ્યો છે.
આરોપી સામે રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ઇંગ્લિશ દારૂના 3 જેટલા ગુના નોંધાયેલા છે. આ સફળ ઓપરેશન બાદ આરોપીને આણંદપર પોલીસ (Police) સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
આ ધરપકડના પગલે સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) અને સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. તાજેતરમાં જ પેરોલ ફર્લો સ્ક્વોડ અને ક્રાઇમ બ્રાન્ચમાં નવી નિમણૂકો કરવામાં આવી હોવા છતાં, સ્થાનિક પોલીસ 8 વર્ષથી આરોપીને પકડવામાં નિષ્ફળ રહી હતી.
બહારની એજન્સીઓ દ્વારા સુરેન્દ્રનગરમાં આવીને ખનીજ ચોરી અને ગુનેગારોને પકડવાના ઓપરેશન (Operation) કરવામાં આવતા સ્થાનિક તંત્રની નિષ્ક્રિયતા છતી થઈ છે.
