Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ’નૂતન વર્ષ સ્નેહ મિલન’નું આયોજન કર્યુ

jeet 26 October 2025
20251026_141145_0000

વઢવાણ ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ’નૂતન વર્ષ સ્નેહ મિલન’નું આયોજન કર્યુ

Join Our WhatsApp Group

‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી દિવાળીની હાકલ

સુરેન્દ્રનગર: વઢવાણ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા દ્વારા તારીખ નવા વર્ષ નિમિત્તે એક વિશેષ ‘નૂતન વર્ષ સ્નેહ મિલન’ કાર્યક્રમ યોજાયો હતો. જેમા હજારોની સંખ્યામા મતદારો વિવિધ સંસ્થાઓ ડોકટરો વિવિધ જ્ઞાતીના આગેવાની બિલ્ડરો વેપારીઓ અને આજુબાજુ ગામોના સરપંચો અને લોકો જોડાયા હતા આ કાર્યક્રમ માત્ર શુભેચ્છા મુલાકાત પૂરતો સીમિત ન રહેતા, એક રાષ્ટ્રીય વિચારધારાને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ બન્યો છે.

ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ આ સ્નેહ મિલન કાર્યક્રમ દ્વારા સૌ નાગરિકોને દિવાળીના પર્વને અનુલક્ષીને ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પ સાથે સ્વદેશી દિવાળી ઉજવવાની હાકલ કરી છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “નવા વર્ષની પ્રથમ કિરણ સાથે આપણે પ્રેમ, સૌહાર્દ અને સ્વદેશી ઉર્જાનો દીપ પ્રગટાવવાનો સંકલ્પ કર્યો છે.” આ દિવાળીએ સૌએ મળીને સ્વદેશી પ્રકાશ ફેલાવીને રાષ્ટ્રના આર્થિક સ્વાભિમાનને મજબૂત કરવાનો સંકલ્પ લેવા માટે ધારાસભ્યેઅનુરોધ કર્યો છે.

નવા વર્ષના પ્રારંભે, મળવાની અને શુભેચ્છા આદાન-પ્રદાન કરવાની પરંપરાને જીવંત રાખવા તેમજ સામાજિક સ્નેહના બંધનોને વધુ ગાઢ બનાવવાના ઉદ્દેશ્યથી આ સ્નેહ મિલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમ માત્ર સ્નેહનું નહીં, પણ “સ્વદેશી વિચારધારા”ને સમાજ સુધી પહોંચાડવાનું એક અસરકારક માધ્યમ બનશે. તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે સૌને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરીને અને સ્વાભિમાન સાથે દિપાળીની ઉજવણી કરીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે અનુરોધ પણ કર્યો છે.જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ મહામંત્રી હાર્દિકભાઈ ટમાલીયા સહીતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

આ કાર્યક્રમમાં વઢવાણ વિધાનસભા વિસ્તારના તેમજ સુરેન્દ્રનગર શહેરના તમામ નાગરિકોને ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલથી સ્થાનિક ઉદ્યોગો અને કારીગરોને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રાના નરાલી ગામમાં આર્મી જવાનના અંતિમ સંસ્કાર, ભારે હૃદયથી વિદાય
Next: શ્રી સમસ્ત સતવારા સમાજ શૈક્ષણિક યુવા મંડળ ખોડુ દ્વારા નવમો ઈનામ વિતરણ સમારોહ યોજાયો

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add