Surendranagar Sub Jail News | સુરેન્દ્રનગરની સબ જેલ (Surendranagar Sub Jail) ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. જેલમાં સજા કાપી રહેલા ઇમરાન દિવાન નામના 1 કેદીએ નશો (Intoxication) કરવા માટે વધુ પડતી મેડિકલ ટીકડીઓ (Medical Pills) ખાઈ લીધી હતી, જેના કારણે તેની તબિયત અચાનક લથડી ગઈ હતી.
ઘટનાની ગંભીરતાને જોતા કેદીને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ખસેડવામાં આવ્યો હતો. જોકે, ત્યાં તેની સ્થિતિ વધુ નાજુક જણાતા તેને વધુ સારવાર (Treatment) માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યો છે.
પ્રાથમિક વિગતો મુજબ, સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગ (Psychiatry Department) તરફથી આપવામાં આવતી દવાઓનો કેદીઓ નશા તરીકે ઉપયોગ કરતા હોવાનું સામે આવ્યું છે. હાલ આ સમગ્ર મામલે તંત્ર દ્વારા ઊંડાણપૂર્વક તપાસ (Investigation) શરૂ કરવામાં આવી છે.
