વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણાએ બજારની મુલાકાત લય સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલના સુત્ર થકી દેશને આર્થિક અને મજબૂત કરવા વઢવાણના ધારાસભ્ય અને સરકાર ના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ આજે શહેરની બજારોની મુલાકાત કરી હતી અને સ્વદેશી વસ્તુઓની ખરીદી કરી હતી સાથોસાથ અન્ય વેપારીઓ અને લોકોને પણ આપણા દેશમા બનતી ચીજ વસ્તુઓ અને આપણા લોકોએ બનાવેલ સ્વદેશી વસ્તુઓની ખરીદી કરવા આહવાન કર્યુ હતુ શહેરની મેઇન બજારોમા દિવાળી પર્વની ઉજવણી અને માહોલની મજા પણ માણી હતી

સાથોસાથ ધારાસભ્ય જગદીશભાઇએ તમામ વેપારીઓ અને લોકોને નવા વર્ષની અને દિવાળીની શુભકામનાઓ પણ પાઠવી હતી આ તકે રાકેશભાઇ ખાદલા નીરવભાઇ દવે ઉમગસિહ સિધ્ધરાજ સિહ ઝાલા જયેશભાઇ ભરવાડ પ્રદીપભાઇ વસ્તાણી સહીતના કાર્યકરો પણ જોડાયા હતા